દેશમાં ચાલી રહેલા સ્ત્રી સમર્થનમાં હવે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે #ME TOO…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હેશટેગ ME TOO# અભિયાનને પોતાનું સમર્થન આપ્યું છે. હવે આના સંદર્ભે રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોએ એ શીખવાનો સમય છે કે તેઓ મહિલાઓની સાથે મર્યાદા અને સમ્માન સાથે વ્યવહાર કરે. તેમને ખુશી છે કે મહિલાઓ સામે આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પરિવર્તન લાવવા માટે સચ્ચાઈને નીડરતાથી કહેવાની જરૂરત છે. મહત્વપૂર્ણ છે કે રફાલ ડીલ વખતે પ્રેસ કોન્ફરન્સમાં મીટુ અભિયાન સંદર્ભે કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબરના આરોપો મામલે પૂછવામાં આવેલા સવાલોનો જવાબ આપવાનું રાહુલ ગાંધીએ ટાળ્યું હતું. તેમણે આના સંદર્ભે બાદમાં વાત કરવાની વાત જણાવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter