લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓનો જમાવડો થયો છે. રાહુલ ગાંધી આજે એડીસી બેન્ક માનહાની કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમદાવાદની મુલાકાતે છે. રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ ઘી કાંટા કોર્ટમાં હાજરી આપવા જશે.
રાહુલ ગાંધી એરપોર્ટથી ડફનાળા ચારરસ્તા પહોંચશે. ત્યાથી રિવરફ્રન્ટ થઈને લેમન ટ્રી હોટલના રસ્તે રૂપાણી સિનેમાના રોડ પર પહોંચશે. ત્યાથી તેઓ લકી રેસ્ટોરન્ટથી સેન્ટ ઝેવિયર્સ સ્કુલ થઈને મેટ્રો કોર્ટ પહોંચશે. રસ્તામાં છ સ્થળો પર તેમનું સ્વાગત થશે. રાહુલ ગાંધીના એરપોર્ટ આગમનને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, હાર્દિક પટેલ, મધુસુદન મિસ્ત્રી, તુષાર ચૌધરી, કામીનીબા, ચંદ્રિકાબહેન એરપોર્ટ પર છે.
READ ALSO
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ
- જગત જનની માઁ ઉમિયાના મંદિરનો ઈતિહાસ ભગવાન શિવ- પાર્વતિ સાથે જોડાયેલો છે
- દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત