GSTV

સોશ્યલ મીડિયામાં અતિપ્રભાવી નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ પછાડ્યા

rahul gandhi

Last Updated on February 5, 2019 by

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ મિડિયા પર ખુબ સક્રિય છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર બધા નેતા કરતા નરેન્દ્ર મોદી આગળ છે. જો કે હવે મોદી સાહેબને ટક્કર આપે એવા નેતા પણ રાજનિતીમાં છે. સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી કરતા આગળ નિકળી ગયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રજુ કરેલા વચગાળાનાં બજેટ મામલે એક ટ્વિટે રાહુલ ગાંધીને નંબર-વન બનાવ્યા છે.

ટ્વિટરનાં આંક્ડા પ્રમાણે 2019નાં બજેટ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા કરાયેલા એક ટ્વિટને સૌથી વધુ 12,800 વખત રીટ્વિટ કરવામાં આવ્યું છે. જો કે પીએમ મોદી અને પીએમઓનાં ટ્વિટ અનુક્રમે ચોથા અને પાંચમાં નંબર પર છે. જાણવા મળતી માહિતી મુજબ 31 ફેબ્રુઆરી સુધી ઇન્ટરીમ બજેટ સબંધીત આઠ લાખ કરતા વધુ ટ્વિટ નોંધાયા છે. જેમાં રાહુલ ગાંધી દ્વારા કરાયેલા ટ્વિટને સૌથી વધારે રીટ્વિટ કરવામાં આવ્યું છે.

જે ટ્વિટે રાહુલ ગાંધીને નંબર વન બનાવ્યાં છે. તેમાં લખ્યું હતું કે તમારા પાંચ વર્ષનાં અહંકાર અને અક્ષમતાએ ખેડૂતોનું જીવન બરબાદ કરી નાંખ્યું છે. ખેડૂતોને પ્રતિદિન 17 રૂપિયા આપવા એ ખેડૂતો અને તેમનાં પરિશ્રમનું હળાહળ અપમાન છે.

મહત્વનું છે કે સોશ્યલ મીડિયા પર રાહુલ ગાંધીનો ગ્રાફ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી વધી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે મોદીનાં ટ્વિટમાં કુટનિતી, નવી યોજના સહિત અનેક મુદ્દાઓ જોવા મળે છે. જ્યારે રાહુલ ગાંધીનાં ટ્વિટમાં ખેડૂત,રોજગાર અને પીએમ મોદી વિશે જ વાત કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીની સરખામણીએ નરેન્દ્ર મોદી વધારે ટ્વિટ કરે છે. પરંતુ રાહુલ ગાંધીની ટ્વિટરમાં વ્યસ્ત રહેનારા લોકોની સંખ્યા વધુ છે. જેથી રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કરતા આગળ નિકળી ગયા છે.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!