GSTV
Home » News » રાહુલ ગાંધી અશોક ગેહલોત, કમલનાથ ચિદમ્બરમ પર વરસ્યા કહ્યું, ‘કેટલાક નેતાઓએ પાર્ટી કરતા પુત્રને વધારે મહત્વ આપ્યું’

રાહુલ ગાંધી અશોક ગેહલોત, કમલનાથ ચિદમ્બરમ પર વરસ્યા કહ્યું, ‘કેટલાક નેતાઓએ પાર્ટી કરતા પુત્રને વધારે મહત્વ આપ્યું’

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હારનું નવી દિલ્હીમાં પોસ્ટમોર્ટમ કરવા શનિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની એક બેઠક મળી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ વરિષ્ઠ નેતાઓ પ્રત્યે નારાગી દર્શાવી. રાહુલ ગાંધીએ નારાજ થઈ જણાવ્યુ કે, પાર્ટીના કેટલાક નેતાઓએ પાર્ટી કરતા પુત્રને વધારે મહત્વ આપ્યુ.

અશોક ગહેલોત, કમલનાથ અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતા પુત્ર પ્રેમને વધારે મહત્વ આપ્યુ. રાહુલ ગાંધીએ આ પ્રકારની ટિપ્પણી ત્યારે કરી જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યુ હતુ કે, પાર્ટીએ સ્થાનિક નેતાઓને તૈયાર કરવા જોઈએ. રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પુત્રને ટિકિટ આપવાના પક્ષમાં નહોતા. આ મામલે તેમણે પી. ચિદમ્બરમનું પણ નામ લીધુ હતુ. વર્કિગ કમિટીની બેઠકમાં રાહુલ ગુસ્સે થયા હતા. જે બાદ તેમને એકે એંટોની અને અહમદ પટેલે શાંત કરાવ્યા હતા. જે બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક પૂર્ણ થઈ હતી.

READ ALSO

Related posts

આ વર્ષે માત્ર દેખાશે એક ગ્રહણ, પણ 2020માં અનેક ગ્રહણો સર્જાશે જુઓ તારીખો

Dharika Jansari

લેસ્બિયન સ્ટોરી પર આધારિત ફિલ્મ શીર કોરમાનું પોસ્ટર થયું આઉટ

Dharika Jansari

હાઉસફુલ 4માં સૂર્યભાનનો રોલ કરશે આ એક્ટર, અક્ષયે શેર કર્યું મોશન પોસ્ટર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!