GSTV
Home » News » રાહુલ ગાંધીએ મુંબઇમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું, પીએમ મોદી અડવાણીનું સન્માન નથી કરતા

રાહુલ ગાંધીએ મુંબઇમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું, પીએમ મોદી અડવાણીનું સન્માન નથી કરતા

મુંબઇમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કર્યું. રાહુલના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા. બૂથ સ્તરીય સભામાં રાહુલે ભાજપ અને મોદી સરકારને નિશાને લીધી. રાહુલે ભાજપના વરિષ્ઠ નેતાઓની પક્ષમાં અવગણનાનો મુદ્દો છેડતા કહ્યું હતું કે, એલકે અડવાણી પીએમ મોદીના ગુરુ છે. પરંતુ મેં જોયું છે કે, અનેક અવસરોમાં પીએમ મોદી પોતાના ગુરુનું સન્માન પણ નથી કરતા. મને અડવાણી માટે ખોટું લાગે છે. કોંગ્રેસ પાર્ટી તેમને મોદી કરતા પણ વધારે સન્માન આપે છે.

રાહુલે કહ્યું કે તેમનો પક્ષ વાજપેયીની વિરૂદ્ધ લડ્યો હતો. પરંતુ વાજપેયીએ હિન્દુસ્તાન માટે કામ કર્યુ છે. અમે તેમનો આદર કરીએ છીએ. વાજપેયી બિમાર છે ત્યારે અમે તેની સાથે ઉભા છીએ. સૌથી પહેલા હું તેમને જોવા માટે ગયો હતો.

આ જ આપણો ઇતિહાસ અને ધર્મ છે. નાણાપ્રધાન અરુણ જેટલી ઉપર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અરુણ જેટલી કહે છે કે દેવું માફ કરવું એ તેમની પોલિસી નથી. મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે પરંતુ ગરીબ માણસોને એકપણ પૈસો આપતા નથી.

Related posts

ગુજરાતના આ ગામમાં એવુ તે શું થયું કે ઘરોમાં લાગવા મંડ્યા ટપોટપ તાળા

Nilesh Jethva

સૈફની લાડલીએ ‘લવ આજ કલ’ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે વીડિયો

Ankita Trada

બુર્કિના ફાસોનાં ચર્ચમાં આતંકી હુમલામાં 24નાં મોત, હુમલાખોરોએ લોકો ઉપર અંધાધુંધ ગોળીઓ વરસાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!