GSTV
Ahmedabad ગુજરાત

એડીસી બેન્ક માનહાની કેસમાટે આજે અમદાવાદ આવશે રાહુલ ગાંધી, આ પ્રમાણે છે કાર્યક્રમ

લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. જોકે આજે તેઓ એડીસી બેન્ક માનહાની કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેશે. રાહુલ ગાંધીના નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા જ મેટ્રો કોર્ટ જવા રનાવા થશે. રિવરફ્રન્ટ રોડ તરફથી સુભાષબ્રિજ, વાડજ બ્રિજ અને ગાંધીબ્રિજ થઈ કામા હોટલથી લકી ટી સ્ટોલ ચાર રસ્તા પહોચશે અને ત્યાંથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કોર્નર થઈ ઘી કાંટા કોર્ટમાં હાજરી આપશે.

રાહુલ ગાંધી

  • અમદાવાદ એરપોર્ટથી રિવરફ્રન્ટના રસ્તે કોર્ટ તરફ
  • રિવરફ્રન્ટ સાઈડથી સુભાષબ્રિ્ાજ, વાડજ બ્રિ્ાજ, ગાંધી બ્રિ્ાજ
  • કામા હોટલ રોડ થઈ લકી ટી સ્ટોલ ચાર રસ્તા તરફ
  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કોર્નર થઈ ઘીકાંટા કોર્ટ પહાંચશે

એડીસી બેન્ક માનહાની કેસ

અમદાવાદમાં એડીસી બેન્ક માનહાની કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. મહત્વનું છે કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં મોટાપાયે નોટ એક્સચેન્જ કરાવવામાં મોટાપાયે ગેરરિતી થઈ હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ મીડિયા અને સોશિયલ મીડિયામાં એવો આક્ષેપ કર્યો હતો કે નોટબંધી સમયે એડીસી બેન્કમાં 745 કરોડ રૂપિયાની જૂની નોટ બદલાઈ છે. આ મામલે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે માનહાની ફરિયાદ નોંધાવી હતી.

  • નોટબંધી સમયે રાહુલ ગાંધીએ લગાવ્યા આક્ષેપો
  • મીડિયા અને સોશિયલ મીડિયામાં આપ્યા નિવેદનો
  • નોટબંધી સમયે એડીસી બેન્કમાં ૭૪૫ કરોડની જૂની નોટ બદલાઈ
  • બેન્કના ચેરમેન અજય પટેલે નાંધાવી ફરિયાદ
  • રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે ફરિયાદ

Read Also

Related posts

મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed
GSTV