GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના નિમંત્રણ પર રાહુલે રાખી આ શરત, કદાચ મોદી સરકાર નહીં ગણકારે

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના નિમંત્રણ પર રાહુલે રાખી આ શરત, કદાચ મોદી સરકાર નહીં ગણકારે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વિપક્ષી નેતાના એક પ્રતિનિધિ મંડળને જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવે. અમે વિપક્ષી નેતા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આવવાના આમંત્રણનો સ્વિકાર કરીએ છીએ. રાહુલે કહ્યું કે અમને એરક્રાફ્ટ નહીં પણ અમને જમ્મુ કાશ્મીર આવવાની મંજૂરી આપવામાં આવે અમે સાથે જમ્મુ કાશ્મીરની જનતા સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી આપવામાં આવે. 

કોંગ્રેસ નેતા શશી થરૂરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. થરૂરે ટ્વિટ કરીને કહ્યુ કે, માત્ર રાહુલ ગાંધી જ નહીં સત્યપાલ મલિકે સર્વદળીય પ્રતિનિધિ મંડળને જમ્મુ કાશ્મીર બોલાવવુ જોઈએ.

આ પ્રતિનિધિ મંડળ જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેની તમામ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. થરૂરે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાઈ રહી છે જોકે, રાહુલ ગાંધીના નિવેદનનું સત્યપાલ મલિકે ખંડન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીર આવે તેમના માટે વિશેષ વિમાન મોકલવામાં આવશે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!