GSTV
Home » News » લોકોને મતદાર સૂચિમાં નામ ચેક કરવાનું કહેતા હતા, પરંતુ દ્રવિડે જ પોતાનું નામ ચેક ન કર્યુ

લોકોને મતદાર સૂચિમાં નામ ચેક કરવાનું કહેતા હતા, પરંતુ દ્રવિડે જ પોતાનું નામ ચેક ન કર્યુ

rahul dravid vote


ધ વોલ નામથી જાણીતા રાહુલ દ્રવિડ હંમેશા સારા કાર્ય માટે જાણીતા છે. તેઓ દરેક ફિલ્મની શરૂઆત પહેલા આવીને સંદેશો આપતા કે તમાકુ તમને રનઆઉટ કરી શકે છે. તેઓ મતદારોને મત આપવાની અપીલ પણ કરતા હોય છે. તેઓ કર્ણાટક ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે કર્ણાટક ચૂંટણી પંચે તેમને પોતાના આઈકોન બનાવ્યા છે. ત્યારે 18 એપ્રિલે અહીયાં લોકસભાની ચૂંટણી છે.

પરંતુ તેઓ મત આપી શકશે નહીં. જ્યારે રાહુલ દ્રવિડ, ધ વોલ વિશ્વમાં તેઓ કહી રહ્યા છે કે શપથ લો, મત આપો, તપાસ કરો કે મતદાર સૂચિમાં નામ છે કે નહી. તેઓનું નામ મતદાર સૂચિમાંથી કપાઈ ગયું છે. અને આ બધું રાહુલ દ્રવિડની ભૂલથી થયું છે. તેઓ પોતાનું નામ ઉમેરવામાં રહી ગયા હતા. જ્યારે ક્ષેત્રના મતદાન સૂચિમાં તમારું નામ ઉમેરવા માટે ફોર્મ 6 ભરવાનું હોય છે. જો તમે ભર્યું ના હોય તો તંરત જઈને ભરવું પડશે.

જ્યારે આ બાબત એવી છે કે પહેલા રાહુલ દ્રવિડ ઈન્દિરનગરમાં રહેતા હતા જે શાંતિનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. ત્યાંથી ટીમ ઇન્ડિયાની આ દિવાલ નવા મકાનમાં રહેવા ગઈ. ત્યારે આ સ્થળ આરએમવી એક્સટેંશનમાં આવેલું છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે રાહુલ દ્રવિડના ભાઈ વિજયે જુની જગ્યાએથી નામ કમી કરવાનું ફોર્મ -7 ભર્યુ હતું. પરંતુ નવા સ્થાને જઈને રાહુલ ફોર્મ -6 ભરવાનું ભૂલી ગયા. ત્યારે હવે અધિકારીઓ તેમના ઘરે બે વખત ગયા અને જણાવ્યું ભાઇ નામ જોઈન કરાવી લેજો. પરંતુ રાહુલ દ્રવિડ તેમને મળ્યા નહી. કોઈ કાર્યમાં ફસાઈ રહ્યા હતા. તેથી અહીં કોમ્યુનિકેશન ગેપ છે અને પોતે એડમાં કહે છે કે રનઆઉટ થઈ ગયા ત્યારે અધિકારીઓને કહેવામાં આવ્યું કે તેઓ દેશની બહાર છે. એટલે સૂચિમાંથી બહાર નીકળી ગયા છે.

READ ALSO

Related posts

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel

જ્યાં આજે PM મોદી અને ટ્રમ્પ મળશે તે NRG સ્ટેડિયમ: જાણો આ સ્ટેડિયમની વિશેષતાઓ

Riyaz Parmar

ટ્રમ્પ સાથે 60 અમેરિકન સાંસદો ‘હાઉડી મોદી’માં રહેશે હાજર, 400 સિંગર-ડાન્સર રજૂઆત કરશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!