GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

Video: રાહુલ દ્રવિડે શ્રીલંકન બેટ્સમેનની સીટ પર બેસીને લોર્ડ્ઝમાં સદી ફટકારી હતી

રાહુલ

દરેક રમતવીર કાંઇકને કાંઇક અંધવિશ્વાસ ધરાવતા હોય છે. અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ મેલાં મોજા પહેરીને રમે છે તો આન્દ્રે અગાસે અંડરવેર પહેર્યા વિના ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યો હતો. ભારતના સચિન તેંડુલકરથી લઈને રાહુલ દ્રવિડ પણ કોઈને કોઈ માન્યતા ધરાવતા હોય છે. રાહુલ દ્રવિડ દરેક મેચ વખતે કોઈક નવી ચીજ પહેરીને મેદાનમાં ઉતરતો હતો કે રાત્રે ઉંઘમાંથી ઉઠીને પ્રેક્ટિસ કરતો હતો તેવું તો સાંભળ્યું છે પરંતુ એ ઉપરાંત પણ તે કેટલાક ટૂચકા કરતો રહેતો હતો.

ભારતીય ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે દ્રવિડ સંકટમોચક બની જતો હતો. સચિન તેંડુલકર પણ નિષ્ફળ રહે ત્યારે દ્રવિડ મિ. વોલ બનીને ટીમની મદદ કરતો રહેતો હતો. તેણે આ રીતે ભારતને ઘણી વાર વિજય અપાવ્યો હતો તો ક્યારેક તેણે ભારત માટે મેચો બચાવી પણ હતી. રાહુલ દ્રવિડ ઘણી વાર સફળતા હાંસલ કરવા વિવિધ ટૂચકા કરતો રહેતો હતો. ઘણા બેટ્સમેન મેદાનમાં જતી વખતે ડાબા પગે પહેલા પેડ બાંધે છે તો કોઈ જમણા પગે. રાહુલ દ્રવિડ હંમેશાં જમણા પગે પહેલા થાઈ પેડ પહેરતો હતો. જુલાઈ 2011માં ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. લોર્ડઝ ખાતે પહેલી ટેસ્ટ રમાતી હતી. પ્રથમ દાવમાં રાહુલ દ્રવિડે 330 મિનિટ બેટિંગ કરીને 103 રન ફટકાર્યા હતા. જે પિચ ઉપર સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ ટક્યા નહીં ત્યાં દ્રવિડે સદી ફટકારી દીધી. પણ, આ સદી માટે તેણે કેવો ટૂચકો અપનાવ્યો હતો તે તમે જાણો છો?

રાહુલ દ્રવિડે લોર્ડ્ઝમાં સદી ફટકારવા માટે એક ખાસ બેઠકની મદદ લીધી હતી. હકીકતમાં એ જ વર્ષે જૂન મહિનામાં આ જ મેદાન પર શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી હતી તે દ્રવિડે નિહાળી હતી. તેણે માત્ર બેટિંગ જ જોઈ નહીં પરંતુ એ પણ જોયું કે શ્રીલંકા માટે સદી ફટકારનારો તિલકરત્ને દિલશાન પેવેલિયનમાં બાલકનીમાં કઈ સીટ પર બેઠો હતો. ભારતીય ટીમ લોર્ડ્ઝના મેદાન પર પહોંચી તે સાથે જ દ્રવિડે એ સીટ પર કબડો જમાવી દીધો. તેણે એમ વિચાર્યું કે દિલશાન અહીં બેઠો હતો અને સદી નોંધાવી હતી તો હું પણ આમ કરી શકું છું. અંતે તેણે એ મેચમાં સદી ફટકારી જ દીધી.

Read Also

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!