GSTV
India News Trending

આક્રોશ/ બડગામમાં કાશ્મીરી પંડિતની હત્યા બાદ ઉઠ્યા વિરોધના સૂર : રસ્તા પર ઉતરી આવ્યા લોકો, થયો લાઠીચાર્જ

રાહુલ

બડગામમાં કાશ્મીરી પંડિત કર્મચારીની હત્યાના વિરોધમાં જમ્મુ-કાશ્મીરના લોકો રોડ ઉપર ઉતરી આવી પ્રદર્શન કર્યું હતું. ઘાટીની દરેક જગ્યાએ આંદોલન ચાલી રહ્યું છે. પ્રદર્શન કારીઓને કાબુમાં લેવા સુરક્ષાકર્મીઓએ લાઠીચાર્જ કર્યો હતો. બડગામના ચાડૂરામાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા વિરોધમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી વિરોધ ઉઠ્યો છે. ઘાટીના કાશ્મીરી પંડીતોઓ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર વિરુદ્ધ નારાબાજી કરનાર પ્રદર્શન કારીઓએ બારામુલા-શ્રીનગર હાઈવે જામ કરી દેતા સુરક્ષાકર્મીઓએ લાઠી ચાર્જ કર્યો હતો. આ અગાઉ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટના મૃતદેહ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જો કે બાદમાં પોલીસ વડા સુજીત કુમારના યોગ્ય કાર્યવાહીનું આસ્વાસન આપતા રાહુલ ભટ્ટનો મૃતદેહ લેવામાટે પ્રદર્શન કારીઓ તૈયાર થયા હતા.

કાશ્મીરી

પાંચ વર્ષની પુત્રીને પિતાના મોતની ખબર જ નથી, પત્નીના આંસુ સુકાઈ રહ્યા નથી

કાશ્મીર ખીણમાં પંડિતોની હત્યાનો સીલસીલો ત્રણ દાયકાથી ચાલુ જ છે. કાશ્મીરના બડગામમાં સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની આંતકીઓઓ તેમની ઓફિસમાં ઘુસીને હત્યા કરી નાંખ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ છે. રાહુલના આજે જમ્મુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની પત્ની મીનાક્ષીની હાલત એવી છે કે તે જોઈને ભલ ભલાની આંખમાં આંસુ આવી જાય છે. મીનાક્ષી એક જ વાત કરી રહી છે કે, હું એકલી રહી ગઈ છું અને મારૂ હવે કોઈ નથી. રડતા રડતા તે વારંવાર બેહોશ થઈ જાય છે. રાહુલ ભટ્ટની પાંચ વર્ષની પુત્રી છે અ્ને તેને ખબર જ નથી કે પિતાની હત્યા થઈ ગઈ છે.

કાશ્મીરી

મીનાક્ષીનુ કહેવુ છે કે, લોકો રાહુલને કહેતા હતા કે, તારા વગર બડગામ અધુરુ લાગે છે. તેમના મોતના 10 મિનિટ પહેલા જ મારી તેમની સાથે વાત થઈ છે. એ પછી મને ફોન પર કહેવામાં આ્વ્યુ હતુ કે, રાહુલને ખભા પર ગોળી મારવામાં આવી છે. તે વખતે મેં વિચાર્યુ હતુ કે, કોઈ વાંધો નહીં, હાથ જતો રહશે તો પણ હું તેમને સાચવી લઈશ.

મીનાક્ષીનુ કહેવુ છે કે, મેં પતિને સલાહ આપી હતી કે નોકરી છોડો પણ તેમણે મારી વાત માની નહોતી. મને બીજુ કશુ નથી જોઈતુ, મારા પતિના હત્યારાઓને મારી નાંખો. રાહુલના પિતા પણ રડતા રડતા કહે છે કે, ઘડપણમાં સંતાન જ સહારો હોય છે પણ હવે એ જ જતો રહ્યો છે તે હું શું બોલુ…આતંકીઓએ પહેલા તેનુ નામ પૂછ્યુ હતુ અને એ પછી ગોળી મારી હતી.

દરમિયાન કાશ્મીર ખીણમાં અનંતનાગમાં કાશ્મીરી પંડિત કર્મચારી સંગઠનના સભ્યોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. બડગામના શેખુપુરામાં પણ પંડિતોએ દેખાવો કર્યા હતા અને માંગણી કરી હતી કે, કાશ્મીરમાં ફરજ બજાવતા પંડિત કર્મચારીઓને સુરક્ષા નહીં અપાય તો અમે સામૂહિક રીતે રાજીનામા આપી દઈશું.

Read Also

Related posts

માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Bansari Gohel

સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો

Hemal Vegda

મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ

Bansari Gohel
GSTV