GSTV

2020માં કોની પર મહેરબાન થશે શનિ-રાહુ? ના તો પૈસાની થશે કમી, ન તો ઘરમાં કોઈ મુશ્કેલી

વર્ષ 2020નો અંક 4 છે, આ અંક રાહુનો અંક છે. તેથી આ આખું વર્ષ રાહુથી પ્રભાવિત રહેશે. વર્ષનો આરંભ કન્યા રાશિમાં રહેશે, તેથી વર્ષના પરિણામો મિશ્રિત થશે. વર્ષની શરૂઆતમાં, ચંદ્ર કુંભ રાશિમાં રહેશે અને શનિનો પણ મજબૂત પ્રભાવ રહેશે.

2020 માં શનિ અને રાહુ આધિપત્ય ધરાવતા લોકોને ખૂબ ફાયદો થશે. આ વર્ષ આકસ્મિકતાથી ભરેલું રહેશે. વર્ષ 2020 માં, દેશ વિશ્વમાં ઉથલ-પાથલ મચેલી રહેશે. ચાલો જાણીએ કે આવતા વર્ષે કયા લોકોને વધુ ફાયદો થવાની સંભાવના છે.

જે લોકોની જન્મ તારીખ 04, 13, 22 અથવા તો 31 હોય. જેનાં જીવનનું 13મું, 22મું, 31મું અથવા 40મું વર્ષ ચાલી રહ્યુ છે, તેવાં લોકોને 2020માં લાભ જ લાભ થવાનો છે.

જે લોકોનો જન્મ જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન અથવા જુલાઇમાં થાયો છે અને જેની રાશિ કર્ક રાશિ, મકર અથવા કુંભ હોય છે, તેઓને પણ આવતા વર્ષે લાભ મળવાનો યોગ છે.

જેમની કુંડળીમાં રાહુ અથવા શનિ મજબૂત છે, આવા લોકોને તેનો ફાયદો 2020માં જોવા મળી શકે છે.

વર્ષ 2020માં કયાં લોકોને સમસ્યા થઈ શકે છે?

જેમની જન્મ તારીખ 08, 17 અથવા 26 છે અને જેમની રાશિ મિથુન, તુલા અથવા મીન રાશિ છે, તેઓને 2020 માં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જેમની કુંડળીમાં રાહુ ખરાબ છે અને જે લોકો બિનજરૂરી વાદ-વિવાદ કરે છે, તેમના માટે આગામી વર્ષ સારું રહેશે નહીં.

આવતા વર્ષને સારુ બનાવવાની રીતો શું છે?

એક સ્ટીલની વીંટી હાથની મધ્ય આંગળીમાં ધારણ કરો અને નિયમિતરૂપે શિવજીની ઉપાસના કરો.

આખા વર્ષ દરમ્યાન કુતરાઓને રોટલી, બ્રેડ અથવા બિસ્કીટ ખવડાવો,અને મહિનામાં એકવાર ભગવાન ભૈરવનાં દર્શન જરૂર કરો.

આ વર્ષ દરમ્યાન લાભ લેવા માટે આખા વર્ષ લીલા રંગનો પ્રયોગ કરો અને ભૂરા રંગનો પ્રયોગ સૌથી ઓછો કરવો જોઈએ.

READ ALSO

Related posts

ઓફર/ SBIએ જૂની લોન માટે નવી નીતિ જાહેર કરી, લોનની મુદત લંબાવવા કે EMI માટે ઘરબેઠા કરી શકાશે અરજી

Dilip Patel

World Rose Day: કેન્સર સામે જંગ લડી રહેલા લોકો માટે છે ખાસ દિવસ, જાણો વિગતે…

Ankita Trada

એએમસી દ્વારા ઓવરબ્રિજ નીચે કોન્ટ્રાકટ આપી પાર્કિંગની ફી વસુલવામાં આવતા વેપારીઓ લાલૂઘૂમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!