GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજસ્થાનમાં આ નેતાના નસીબ ખરાબ નીકળ્યા, પાયલોટ રિટર્ન ના થયા હોત તો પ્રદેશ અધ્યક્ષ પદની લાગી હતી લોટરી

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોતની સરકાર હચમચી ઉઠી હતી અને રાજસ્થાનમાં રાજકીય સંકટ ભારે ગરમાયું હતું. સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે તેમને આશરે 30 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે અને તે તમામ હાલ સચિન પાયલટ સાથે જયપુરની બહાર છે. બીજી બાજુ અશોક ગેહલોત પોતાની સરકાર બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને પોતાના જૂથને સાથે એકત્રિત કરી રહ્યા છે. આજે જયપુરમાં કોંગ્રેસ વિધાનસભા દળની બેઠક યોજાઈ છે જેમાં સંપૂર્ણ તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે.

રઘુવીર મીણા બની શકતા હતા પ્રદેશ અધ્યક્ષ

એક અહેવાલ પ્રમાણે જો સચિન પાયલટ અને તેમના સમર્થકો આ બેઠકમાં હાજરી નહીં આપે તો પાર્ટી તેમના વિરૂદ્ધ એક્શન લઈ શકે છે. તેમાં તમામને પાર્ટીમાંથી છૂટા કરી શકાય અને તે સાથે જ રાજસ્થાનનો નવો પ્રદેશ અધ્યક્ષ પસંદ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી રઘુવીર મીણાને પ્રદેશ અધ્યક્ષ બનાવે તેવી શક્યતા હતી. જોકે, હવે ઘીના ઠામમાં ઘી ભળ્યું છે. પાયલોટ ગૃહ, નાણા અને પ્રદેશ અધ્યક્ષના પદ સાથે માની ગયા છે. જેઓના પોસ્ટરો ફરી લાગી ગયા છે. ડી કે શિવકુમારે પણ સ્પષ્ટતા કરી છે કે સચીન પાયલોટ કોંગ્રેસ છોડી રહ્યાં નથી.

રાજસ્થાન

ત્રણ કોંગી નેતા જયપુર પહોંચ્યા

રાજસ્થાન સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સિંહના કહેવા પ્રમાણે જો સચિન પાયલટ ભાજપના સાથે જશે તો તેઓ પાપ કરી રહ્યા છે. તેઓ (કોંગ્રેસ) ભાજપને સરકારના શપથ નહીં ગ્રહણ કરવા દે અને તેમની સરકાર બહુમતમાં છે, તેઓ 10 વાગ્યે દેખાડી દેશે. કોંગ્રેસી નેતા વેણુગોપાલ પણ આજે જયપુર પહોંચી ગયા છે. તે સિવાય દિલ્હીના ત્રણ નેતા જયપુરમાં ઉપસ્થિત છે અને તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામાએ રવિવારે ક્લાઈમેક્સનું સ્વરૂપ લઈ લીધું હતું. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય તલવારો ખેંચાવાના કારણે દિલ્હીમાં ઉપસ્થિત કેન્દ્રીય નેતૃત્વે એક્શનમાં આવવું પડ્યું હતું. દિલ્હીથી ત્રણ નેતા જયપુર પહોંચ્યા હતા અને તેમણે અશોક ગેહલોત અને અન્ય ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. નક્કી થયા પ્રમાણે સવારે 10:30 કલાકે યોજાનારી વિધાનસભા દળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને જે આ બેઠકમાં હાજર નહીં રહે તેણે પાર્ટીની સદસ્યતાથી હાથ ધોવા પડશે.

સચિન પાયલટ ના જોડાયા ભાજપમાં

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ સચિન પાયલટ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય તેવા અણસાર હતા. સચિન પાયલટે રવિવારે પૂર્વ કોંગ્રેસી સાથી અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની મુલાકાત લીધી હતી અને આશરે 40 મિનિટ સુધી તેમની બેઠક ચાલી હતી. ત્યાર બાદ સચિન પાયલટ પણ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. તેઓ આજે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે, અંતે ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે.

સચિન પાયલટને 30 ધારાસભ્યોનું સમર્થન

રાજસ્થાન કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને આ સંજોગોમાં દરેક પોત-પોતાનો દાવો કરી રહ્યા છે. સચિન પાયલટના જૂથે કરેલા દાવા પ્રમાણે તેમને 30 ધારાસભ્યોનું સમર્થન છે અને બીજા પણ તેમના સાથે જોડાઈ શકે છે. બહુ જલ્દી જ આ ધારાસભ્યો પોતાનું રાજીનામુ વિધાનસભા સ્પીકરને સોંપી શકે છે. આ તરફ કોંગ્રેસ આ દાવાને નકારી રહી છે પરંતુ રવિવારે રાત્રે અશોક ગેહલોતના નિવાસ સ્થાને જે બેઠક યોજાઈ તેમાં માત્ર 75 જેટલા કોંગ્રેસી ધારાસભ્યો જ પહોંચ્યા હોવાથી કોંગ્રેસ સતર્ક બની ગઈ છે. આજે ગહેલોતે 100 ધારાસભ્યોને ભેગા કરી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સાહિત કરી દીધું છે કે હજુ પણ તેઓ રાજસ્થાનના કિંગ છે.

જાણો શું છે રાજસ્થાનની નંબર ગેમ

રાજસ્થાનમાં કોંગ્રેસ અને સાથી દળો પાસે પૂર્ણ બહુમત છે અને ભાજપ ઘણું દૂર છે. જો કેટલાક ધારાસભ્યો પક્ષપલટો કરી લે તો પણ રાજસ્થાન સરકાર પર કોઈ મોટું સંક્ટ નથી જણાઈ રહ્યું. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠક છે જેમાંથી કોંગ્રેસ પાસે 107 ધારાસભ્યો છે અને તે સિવાય તેને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. આ તરફ ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. જો સચિન પાયલટે કરેલા દાવા પ્રમાણે 30 ધારાસભ્ય પક્ષપલટો કરે તો અશોક ગેહલોત સરકાર સંકટમાં મુકાઈ શકે છે. જોકે, હવે આ સ્થિતિ ટળી ગઈ છે.

MUST READ:

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!