GSTV
Gujarat Government Advertisement

ક્યારેય પણ ફાટી શકે છે ‘રિયલ એસ્ટેટ’વાળો ટાઈમ બોમ્બ :રઘુરામ રાજન

રાહુલ ગાંધી

Last Updated on December 8, 2019 by Mansi Patel

રિઝર્વ બેન્કના પૂર્વ ચેરમેન ભારતના રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્ટશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર મહા-મુસીબતમાં હોવાની ચેતવણી ઉચ્ચારી છે. રાજને આ સેક્ટરની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિતા વ્યક્ત કરી તેને ‘ટાઇમ બોમ્બ’ કહ્યું છે. તેમના મતે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC) જે રિયલ્ટી સેક્ટરને ધિરાણ આપે છે તેમની એસેટ્સ ક્વોલિટીની સમિક્ષા કરવાની જરૂર છે.  રાજને કહ્યું કે, રિઝર્વ બેન્કે એનબીએફસીની એસેટ્સ ક્વોલિટીની સમિક્ષા કરવી જોઇએ. ભારતીય અર્થતંત્રમાં વર્તાઇ રહેલી સુસ્તીની વચ્ચે રાજને કહ્યું કે, ગ્રામિણ ક્ષેત્રમાં મોટું સંકટ છે. ભારત એક ગ્રોથ રિસેશનમાં છે, જેનું અર્થતંત્ર ધીમી ગતિએ વધી રહ્યું છે અને બેરોજગારી વધી રહી છે.

નોંધનિય છે કે, ભારતનો વિકાસદર સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં 4.5 ટકાના છ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. શેડો બેન્કિંગ સેક્ટરમાં તરલતાની મુશ્કેલી અને બેન્કો એનપીએના વધી રહેલા બોજથી નવી લોન આપવામાં ખચકાય છે. તાજેતરમાં જ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મધ્યસ્થ બેન્ક ધિરાણ આપનાર ટોપ-50 એનબીએફસીનું મોનિટરિંગ કરે છે જેમની શેડો બેન્કિંગ સેક્ટરની કુલ એસેટ્સમાં 70 ટકા હિસ્સેદારી છે.  શક્તિકાંતા દાસે કહ્યું કે, રિઝર્વ બેન્કને ખબર છે કે શું સમસ્યા છે, ક્યાં નબળાઇ છે, દાસે કહ્યું કે, રિઝર્વ બેન્ક કોઇ પણ મોટી બેન્ક કે એનબીએફસીને ડુબવા દેશે નહીં.

સરકારે નવેમ્બરમાં રિયલ્ટી સેક્ટરની આપી હતી મોટી રાહત

સરકારે નવેમ્બરમાં 1600 અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 25 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી હતી. સરકારી આંકડા મુજબ દેશભરમાં 1600 હાઉસિંગ પ્રોજેક્ટ અટકેલા છે, જેનાથી 4 લાખ 58 હજાર ઘર ખરીદનારા પ્રભાવિત થયા છે. આમાં એવા પ્રોજેક્ટ પણ સામેલ છે જેમને બેડ લોન તરીકે વર્ગીકૃત કર્યા છે અથવા તો તેમના દેવાનો ઉકેલ નાદારીના કાયદા હેઠળ લાવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Pritesh Mehta

ટીવીની ફેમસ એક્ટ્રેસના આવ્યાં આવા દિવસો! આ કારણે નથી મળી રહ્યું કામ, રૂપિયાના પણ પડી ગયા ફાંફા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!