GSTV
Gujarat Government Advertisement

જો મને મારા લાયક કોઇ તક મળશે તો ભારત પરત ફરવા તૈયાર: રઘુરામ રાજન

Raghuram Rajan

Last Updated on March 28, 2019 by Alap Ramani

જો વિરોધ પક્ષ સત્તામાં આવશે તો પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે રાજને સ્પષ્ટતા કરી છે કે જો મને મારા લાયક કોઇ તક મળશે તો હું ભારત પરત આવવા તૈયાર છું.  ઇન્ટરનેશલ મોનિટરી ફંડ(આઇએમએફ)ના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી રાજને ભાજપ નેતૃત્ત્વવાળી સરકારમાં આરબીઆઇના ગવર્નર તરીકેની બીજી ટર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે હું હાલમાં જ્યાં છું ત્યાં ખૂબ ખુશ છું પણ જો કોઇ તક મળશે તો હું ભારત પરત આવવા તૈયાર છું. 

પોતાના નવા પુસ્તકના અનાવરણ પ્રસંગે રાજને જણાવ્યું હતું કે હું હાલમાં જ્યાં છું ત્યાં ખૂબ જ ખુશ છું પણ નવી તકો માટે તૈયાર છું.  હાલમાં શિકાગો યુનિવર્સિટી સાથે સંકળાયેલ બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવા બજાવતા રાજનને પૂછવામાં આવ્યું હતું કે શું તમને ભારતમાં પબ્લિક સર્વિસ કે રાજકીય ભૂમિકાની તક મળશે તો શું તમે ભારત પરત ફરશો?

હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે જો લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થશે અને વિરોધ પક્ષો સરકાર બનાવશે તો રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યંય હતું કે ન્યૂનતમ આવક યોજનાનું ડ્રાફટ તૈયાર કરવા માટે કોંગ્રેસે રાજન સહિતના ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ લીધી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને મહિનાના ૬૦૦૦ લેખે વાર્ષિક ૭૨,૦૦૦ રૃપિયા આપવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!