GSTV
Gujarat Government Advertisement

મોટા મૂલ્યવાળી નોટો બંધ કરવાથી ઘટ્યો ભારતનો આર્થિક વિકાસ

Last Updated on December 17, 2018 by

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે નોટબંધીથી ભારતનો આર્થિક વિકાસ ઘટ્યો છે. તેમણે કહ્યું, જે સમયે ગ્લોબલ ઇકોનૉમી ઝડપથી વધી રહી હતી, તે સમયે નોટબંધી લાગુ થવાથી ભારતનો વિકાસ મંદ પડ્યો.

મહત્વનું છે કે મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ કાળુનાણું, નકલી નોટ અને આતંકી ફન્ડિંગ પર અંકુશ લગાવવા માટે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટને સિસ્ટમમાંથી બહાર કરી દીધી હતી. રાજને કહ્યું, ‘મેં આ મુદ્દા પર ઘણો અભ્યાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે 2016ના અંતમાં મોટી નોટો પર પ્રતિબંધથી તેની અસર ભારતના વિકાસ પર પડી છે.’ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, ‘મારું માનવુ છે કે નોટબંધીથી ભારતીય અર્થવ્યવસ્થા મંદ પડી ગઇ છે. વર્ષ 2017માં વિશ્વની અર્થવ્યવસ્થાએ ગતિ પકડી હતી, પરંતુ આપણુ સ્તર નીચે જતુ રહ્યુ હતું.’

આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું, ‘વિકાસ ફક્ત નોટબંધીથી પ્રભાવિત થયો નથી, પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયા બાદ પણ થયો. 2017-18માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહ્યો. નોટબંધી અને જીએસટી લાગુ કરવાનો નિર્ણય અયોગ્ય સાબિત થયો. જીએસટી લાંબા સમયગાળા માટે શ્રેષ્ઠ વિચાર છે, પરંતુ ટૂંકાગાળામાં તેની અસર જોવા મળી.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પોતાના કાર્યકાળ દરમ્યાન નોટબંધી લાગુ કરવા માટે કહેવામાં આવ્યુ હતું? રાજને કહ્યું કે સિસ્ટમમાંથી મોટા ચલણની નોટો પર પ્રતિબંધ લગાવવાનું મંતવ્ય માટે કહેવામાં આવ્યુ હતું, જેના પર તેમણે વિચાર્યુ હતુ કે આ એક અયોગ્ય વિચાર હતો. ઉલ્લેખનીય છે કે રાજન ત્રણ વર્ષ (2013થી સપ્ટેમ્બર 2016 સુધી) માટે રિઝર્વ બેંકના ગવર્નર રહ્યાં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!