GSTV

રઘુરામ રાજનની ચેતવણી/ આત્મનિર્ભર ભારત અભિયાન પર જો મોદી સરકાર આ રસ્તે ચાલશે તો સફળ નહીં થાય

ભારત સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન પર જાણીતા અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને સરકારને ચેતવણી આપી છે.

એક ઓનલાઈન સેમિનારમાં તેમણે કહ્યુ હતુ કે, આત્મ નિર્ભર ભારતના અભિયાનના ભાગરુપે આયાત પર રોક લગાવવી યોગ્ય નથી. દેશ પહેલા પણ આ રસ્તે ચાલ્યો હતો અને સફળ થયો નહોતો. સરકાર જો આયાતની જગ્યાએ વધારે ટેરિફ લગાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય તો તે સફળ નહીં થાય. અગાઉ કેટલાક વર્ષ પહેલા આ વિકલ્પ ભારત અજમાવી ચુક્યુ છે અને તેમાં સફળતા મળી નહોતી. એટલુ હું આ દિશામાં આગળ વધવા સામે ભારત સરકારને ચેતવણી આપું છું.

રાજને કહ્યુ હતુ કે, નિકાસ વધારવા માટે એ ચીજોની આયાત કરવી પડશે, તે નિકાસ થનારી પ્રોડક્ટસને સસ્તી બનાવે.ભારતને માત્ર નિકાસ કરનાર શક્તિ બનાવવાનુ અસરકારક નથી.ચીનની જ વાત કરીએ તો એક્સપોર્ટ પાવર તરીકે સ્થાપિત થવા માટે ચીને દેશને પ્રોડક્ટસ એસેમ્બલિંગનુ હબ બનાવ્યુ હતુ પણ ચીને આ માટે સામાન આયાત કર્યો હતો, તેનુ એસેમ્બલિંગ કર્યુ હતુ અને બાદમાં તેની નિકાસ કરી હતી.નિકાસ માટે દેશને આગળ લઈ જવા આયાત પણ કરવી જ પડશે.આયાત પર વધારે ટેરિફ નાંખવાની જગ્યાએ દેશમાં ઉત્પાદન માટે સારો માહોલ બનાવવા માટે ભારત સરકારે કામ કરવાની જરુર છે.

તેમણે કહ્યુ હતુ કે, સરકારે સામાન્ય માણસોના જીવન પર થયેલા કોરોના વાયરસના પ્રભાવને પણ સમજવો પડશે.સંખ્યાબંધ કંપનીઓ બંધ થઈ ગઈ છે.જે ક્યારેય નહીં ખુલે તો સપ્યાલ ચેન પ્રભાવિત થશે.સેંકડો પરિવારો એવા છે જેણે પોતાના બાળકોને સ્કૂલે મોકલવાના બંધ કરી દીધા છે.કારણકે તેઓને હવે સ્કૂલની ફી પોસાતી નથી , આ પ્રકારના અવરોધ વિકાસને રોકનારા છે.

રાજને કહ્યુ હતુ કે, ઈકોનોમીના વિવિધ સેક્ટરને જીવીત કરવા માટે સરકારે જે પગલા ભર્યા છે તે સારા છે પણ આવા નિર્ણય લેતા પહેલા સરકારે તમામને વિશ્વાસમાં લેવા જોઈએ.તેનાથી આ પ્રકારના નિર્ણય વધારે પ્રભાવી રીતે અમલમાં મુકી શકાય છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!