GSTV
Gujarat Government Advertisement

રઘુરામ રાજને જે કહ્યું એ ભારતનાં દરેક લોકોને મુંઝવણનાં મુકી દેશે, મુડીવાદ પર મોટો ખતરો

Raghuram Rajan

Last Updated on March 13, 2019 by Mayur Vora

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંગળવારે ચેતવણી આપી હતી કે સમાજમાં સંભવિત વિદ્રોહની સ્થિતિને ધ્યાનમાં રાખતા મૂડીવાદ પર ખતરો તોળાઇ રહ્યો છે.

રાજને જણાવ્યું હતું કે ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી પછી રાજકીય અને આર્થિક વ્યવસ્થા લોકોને સમાન તક ઉપલબ્ધ કરાવી રહી નથી. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર રાજને એક રેડિયોને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર વિશે વિચાર કરતી વખતે સમગ્ર વિશ્વની સરકારો સામાજિક અસમાનતાની અવગણના ન કરી શકે.

આઇએમએફના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે મૂડીવાદ ગંભીર ખતરામાં છે કારણકે તે લોકોને સમાન તક આપવામાં નિષ્ફળ નિવડયું છે . જ્યારે આવું થાય છે ત્યારે મૂડીવાદની વિરુદ્ધ વિદ્રોહ શરૃ થઇ જાય છે. રાજને જણાવ્યું હતું કે સંશાધનોનું સંતુલન જરૃરી છે. તમે તમારી પસંદથી કશું પણ કરી શકતા નથી. વાસ્તવમાં તકોમાં સુધાર લાવવાની જરૃર છે.

આરબીઆઇના પૂર્વ ગવર્નરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં સામાન્ય શિક્ષણથી મધ્યમ વર્ગની નોકરી સરળતાથી મળી જતી હતી. જો કે ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી પછી આ સ્થિતિમાં ફેરફાર થયો છે. જે વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત કરવી હશે તો તેમને સારા શિક્ષણની જરૃર પડશે. એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ મુજબ ૨૦૦૮ જેવી ફરીથી વૈશ્વિક મંદી આવવાની શક્યતા છે. જે કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ મંદી ૨૦૦૮ જેવી ગંભીર નહીં હોય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!