GSTV

Bitcoin અને Teslaમાં તેજી માત્ર ફુગ્ગો, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કાઢી બંનેની હવા

મોદી

Last Updated on January 19, 2021 by Mansi Patel

કોરોનાકાળમાં દુનિયાની સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી બિટકોઈન(Bitcoin) અને એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા(Tesla) સૌથી વધુ ચર્ચામાં છે. બિટકોઈનની કિંમત ગયા વર્ષે ત્રણ ગણી વધી જયારે ટેસ્લાના શેરની કિંમત 700% વધી. RBIના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું કહેવું છે કે ક્રીપ્ટોકરંસી માત્ર એક ફુગ્ગો છે અને ટેસ્લાના શેરોમાં તેજીનું કારણ નાના રોકાણકાર છે.

આ બબ્લિસ થીંકીંગ છે : રાજન

Bitcoin

રાજને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘બિટકોઈન ક્લાસિકલ બબલ છે જેની કોઈ કિંમત હોતી નથી. આ એવી એસેટ છે. જેનો ઉપયોગ પેમેન્ટ માટે થઇ શકતો નથી કારણ કે વાસ્તવમાં મુશ્કેલ છે. જેમ કે મારા મિત્ર Austan Goolsbee કહે છે કે બિટકોઈન કોન્ફ્રેંસેજમાં પણ તે બિટકોઇનની પેમેન્ટ લેતા નથી. ફરી એની કિંમત 40 હજાર ડોલર પહોંચી ગઈ છે. તો ફરી લોકો બિટકોઇન શા માટે નથી ખરીદી રહ્યા ? એમને લાગે છે કે એની કિંમત વધુ ઉપર જશે. આ બબ્લિસ થીંકીંગ છે.’

બિટકોઇન અને ટેસ્લામાં તેજી

બિટકોઇન એક વર્ચ્યુલ કરન્સી છે. જે 2009માં લોન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે એની કિંમત 400%થી વધુ વધી હતી. એની કિંમત 40 હજાર ડોલર સુધી પહોંચી ગઈ છે. ગયા સપ્તાહમાં એની કિંમતમાં ઘટાડો આવ્યો અને આ 37 હજાર ડોલર નીચે પહોંચી ગઈ. આ રીતે દુનિયાની સૌથી મોટા રઈસ એલન મસ્કની કંપની ટેસ્લાના શેર 12 મહિનામાં 700%થી વધુ ચઢ્યા. એની સાથે આ દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની બની ગઈ છે.

આ કારણે આવી રહી છે શેરબજારોમાં તેજી

ટેસ્ટ અંગે રાજને કહ્યું કે, આ રોકાણકારોએ શેરની કિંમત વધારી છે. રોકાણકારોને લાગે છે કે એના પર પૈસા લગાવી તેઓ તાત્કાલિક નફો કમાઈ શકે છે. ભારતમાં પણ એવા શેર છે જ્યાં રોકાણકારોને લાગે છે કે તેઓ તાત્કાલિક પૈસા બનાવી શકે છે. દુનિયાભરના બજારોમાં રિકવરી થઇ રહી છે અને આ જ કારણ છે કે તમામ એસેટ્સને લઇ રોકાણકારો ઉત્સાહિત છે. આજ કારણે ભારતીય શેર બજારોમાં પણ તેજી આવી રહી છે. આ જ કારણે નાના રોકાણકારો બજાર બાજુ ફરી રહ્યા છે અને બિટકોઇનની કિંમત અને ટેસ્લાના શેરોમાં તેજી આવી રહી છે.

Read Also

Related posts

Health/ શરીરમાં Vitamin Dની વધુ માત્રા પણ કરી શકે છે બીમાર, આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન

Damini Patel

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!