GSTV
Gujarat Government Advertisement

રઘુરામ રાજને સરકારને આપી ચેતવણી, GDPમાં 23.9%નો ઘટાડો ચિંતાજનક

Last Updated on September 8, 2020 by Mansi Patel

દેશના અર્થતંત્રની બગડી રહેલી સ્થિતિ પર આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યક્ત કરી છે.. અને સરકારને ચેતવણી આપી છે કે જો સ્થિતિ વધુ બગડી શકે છે. સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટમાં તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2020-21ની તાજેતરના ત્રિમાસીક ગાળામાં જીડીપીના આંકડાથી સતર્કતા દાખવવાની જરૂર છે.

ગત નાણાકીય વર્ષની તુલનામાં જીડીપી 23.9 ટકા ગગડ્યો છે. જે આપણા અંદાજથી ઘણો નીચો છે. ભારતમાં હજુ કોરોનાની મહામારી પીક પોઇન્ટ પર છે. જેના કારણે અહીંયા રેસ્ટોરન્સ, હોટલ ઇન્ડસ્ટ્રી, અને તેની સાથે સંકળાયેલા રોજગાર ખરાબ રીતે પ્રભાવિત રહેશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી સંક્રમણ પર કાબુ નહીં મેળવવામાં આવે ત્યાં સુધી વિવેકાધીન ખર્ચની સ્થિતિ નબળી રહેશે. આરબીઆઇના પૂર્વ ગવર્નરે કહ્યું કે અત્યાર સુધી સરકારે જે રાહત પેકેજ આપ્યું છે કે તે પુરતુ નથી. તેને વધારવાની જરૂરિયાત છે.

સરકારે ભવિષ્યમાં પ્રોત્સાહન પેકેજ આપવા માટે અત્યારે સંસાધનો બચાવવાની રણનીતિ પર ચાલી રહી છે જે આત્મઘાતી છે. રાજને કહ્યું કે અધિકારીઓ વિચારી રહ્યા છે કે કોરોના પર કાબુ મેળવ્યા બાદ રાહત પેકેજ જાહેર કરીશું. તેઓ સ્થિતિની ગંભીરતાને ઓછી આંકી રહ્યા છે. ત્યાં સુધીમાં તો અર્થતંત્રને ઘણું જ નુકસાન થઇ જશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!