GSTV
Home » News » વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

છેલ્લા કેટલાક સમયથી RBIના પૂર્વ ગર્વનરે બેંક ઓફ ઈંગ્લેન્ડમાં ગર્વનર પદ માટે અરજી કરી હોય તેવી માહિતી મળી રહી હતી.જો કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાજને જણાવ્યું હતું કે, બેંક ઓફ ઈગ્લેન્ડના ગર્વનર પદ માટે અરજી કરી નથી. તો આ પદ માટે ગર્વનરની રેસમાં રઘુરામ રાજન બીજા સૌથી મોટા દાવેદાર અને પહેલા સૌથી મોટા દાવેદાર તરીકે ઈંગ્લેન્ડની ફાઈનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટીના પ્રમુખ એન્ડ્રયૂ બેલીનું નામ બોલાતું હતું. બેન્ક ઓફ ઈંગલેન્ડ યુકેની 325 વર્ષ જૂની કેન્દ્રીય બેન્ક છે.

Raghuram Rajan

RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનું કહેવું છે કે, બેંક ઓફ ઈગ્લેન્ડના ગર્વનર પદ માટે અરજી કરી નથી. ઈંગ્લેન્ડની આ સેન્ટ્રલ બેંકમાં હદથી વધુ રાજકારણ જોડાયું છે, જેની મને સમજણ પડતી નથી. રઘુરામ રાજનના આ નિવેદનને યુરોપિયન યુનિયનથી અલગ થવાની પ્રક્રિયા બ્રેક્ઝિટ સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરના બ્લૂમબર્ગના સર્વેમાં તેમને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર પદ માટે બીજા સૌથી મોટા દાવેદાર ગણાવવામાં આવ્યા છે.

હાલ બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે માર્ક કાર્ની છે જેમનો કાર્યકાળ 31 જાન્યુઆરી 2020ના દિવસે પુરો થશે. કાર્ની ઘણા સમયથી સંસદની ટીકાઓનો સામનો કરી રહ્યા છે જેનું કારણ એ છે કે, તેમણે ઘણીવાર મુદ્રા નીતિઓને નિયમિત કરવાનો વારો આવ્યો હતો. રાજકીય સ્થિતિઓને સારી રીતે સમજનાર જ દેશનો ગર્વનર હોવો જોઈએ તેમ જણાવતા રઘુરામ રાજને કહ્યું કે, હું એક બહારનો માણસ છું અને મને તે દેશના રાજકારણની બિલકુલ સમજણ નથી.

રાજન હાલ બૂથ સ્કુલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર રઘુરામ રાજન વર્ષ 2003થી વર્ષ 2006 સુધી આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના ચીફ ઈકોનોમિસ્ટ રહી ચૂક્યા છે. વર્ષ 2013માં RBI ગવર્નર બનતા પહેલા તેમણે ભારત સરકારના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. હાલ તે અમેરિકાની શિકાગો સ્થિત બૂથ સ્કુલ ઓફ બિઝનેસમાં ભણાવી રહ્યાં છે.

READ ALSO

Related posts

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

Riyaz Parmar

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

Riyaz Parmar

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!