GSTV
Gujarat Government Advertisement

ખેડૂતોનું માફ ન કરો દેવું, આ અર્થશાસ્ત્રીએ રાહુલના નિર્ણયનો કર્યો વિરોધ

Last Updated on December 14, 2018 by Arohi

રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ખેડૂતોની કર્જમાફીનો વિરોધ કર્યો છે. રઘુરામ રાજને કહ્યુ છે કે આવા નિર્ણયથી મહેસૂલ પર અસર પડે છે. રઘુરામ રાજને કહ્યુ છે કે ખેડૂત કર્જમાફીનો સૌથી મોટો ફાયદો સાંઠગાંઠ કરનારાઓને મળે છે. મોટાભાગે આનો ફાયદો ગરીબોને મળવાના સ્થાને જેમની સ્થિતિ સારી હોય છે તેમને મળે છે. તેમણે આગળ જણાવ્યું છે કે જ્યારે પણ કર્જમાફી થાય છે, તો દેશને મહેસૂલી નુકસાન પણ થાય છે.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન પોતાની રેલીઓમાં ખેડૂતોને વાયદો કર્યો હતો કે જો મધ્યપ્રદેશમાં તેમની સરકાર બનશે, તો તેઓ દશ દિવસની અંદર ખેડૂતોના દેવા માફ કરી દેશે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ ઝડપથી વાયદા પૂર્ણ કરવાની વાત પણ કોંગ્રેસના નેતા કમલનાથે કરી છે. આ પહેલીવાર નથી કે જ્ચારે ખેડૂતોની દેવામાફીનો વિરોધ થઈ રહ્યો છે.

આના પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ખેડૂતોને દેવા માફી કરવાનો વાયદો કર્યો હતો. ત્યારે પણ વિરોધ થયો હતો. ત્યારે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના તત્કાલિન ચેરપર્સન અરુંધતિ ભટ્ટાચાર્યે પણ ખેડૂતોના દેવામાફ કરવાના માલે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આનાથી શિસ્ત બગડવાની વાત કહી હતી. અરુંધતિ ભટ્ટાચાર્યે કહ્યુ હતુ કે લોન લેનારા દેવું ચુકવવાના સ્થાને આગામી ચૂંટણીની રાહ જોશે. ખેડૂતોની કર્જમાફીનો વિરોધ કરનારાઓમાં આરબીઆઈના તત્કાલિન ડેપ્યુટી ગવર્નર એસ. એસ. મૂંદડા પણ સામેલ હતા.

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગત વર્ષે રાજ્યમાં 86 લાખ ખેડૂતોના લગભગ 30 હજાર 729 કરોડના દેવા માફ કર્યા હતા. યુપીમાં સાત લાખ ખેડૂતોની લોન એનપીએ બની ગઈ છે અને તેને પણ માફ કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રની ભાજપની સરકારે 35 લાખ ખેડૂતોના 1.5 લાખ સુધીની લોનને માફ કરી છે. નવ લાખ ખેડૂતોની લોનના વન ટાઈમ સેટલમેન્ટનો વાયદો પણ કર્યો હતો. જ્યારે પંજાબમાં કોંગ્રેસ સરકારે પાંચ એકર સુધીની ખેતીની જમીન ધરાવતા ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ કર્યા છે. તો કર્ણાટકની સહકારી બેંકમાંથી પચાસ હજાર રૂપિયા સુધીના ખેડૂતોના દેવામાફ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું.

Read Also 

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!