GSTV
AGRICULTURE Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણયો: કિલો દીઠ ડુંગળી પર મળશે 2 રૂપિયાની સહાય, ચણા અને ખાતરને લઈને પણ કરી મોટી જાહેરાત

ડુંગળી

રાજ્યની ભૂપેન્દ્ર સરકારે ખેડૂતો માટે ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે ડુંગળી, ચણા અને ખાતરને લઈ મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી છે.

ડુંગળી

ડુંગળીને લઈ મોટી જાહેરાત

ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે એપીએમસીમાં ડુંગળી વેચતા ખેડૂતોને પ્રતિ કિલોએ બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો નિર્ણય કર્યો છે. એક ખેડૂત દીઠ મહત્તમ રૂપિયા 50 હજાર સુધીની સહાય મળશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકારે રૂપિયા 100 કરોડની રકમ ફાળવી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રવી ઋતુમાં અંદાજીત 88 હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું છે. જે સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં વધારે હોઈ સરેરાશ અંદાજે વધુ ઉત્પાદન થયું છે. 1 એપ્રિલથી APMCમાં ડુંગળીના વેચાણ ભાવ ઘટ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવા રજૂઆત બાદ સરકારે નિર્ણય કર્યો છે.

ચણાની ખરીદીને લઈ નિર્ણય

રાજ્ય સરકારે ચણાના ટેકાના ભાવે ખરીદીને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારાના જથ્થાની ફાળવણી કરાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મંજુર કરેલ 4.65 લાખ મેટ્રિક ટનથી વધારીને કુલ 5.36 લાખ મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી અપાઇ છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી ટેકાના ભાવે ચણાના વેચાણ માટે નોંધાયેલા કુલ 3.38 લાખથી વધુ ખેડૂતો પાસેથી 2804 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ચણાની ખરીદી કરી શકાશે. 6 મે સુધીમાં 2.83 લાખથી વધુ ખેડૂતો પાસેથી 4.59 લાખ મેટ્રિક ટનથી વધુ ટેકાના ભાવે ચણાની ખરીદી સંપન્ન થઇ. વધુ ખરીદીની જરૂરિયાત જણાશે તો રાજ્યના ફંડમાંથી આશરે 130 કરોડ રૂપિયાના મૂલ્યના 25,000 મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યમાં આગામી 29 મે 2022 સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી કરાશે.

ચણા

કેન્દ્ર સરકાર ખાતરની સબસિડી માટે 2 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવ

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના કાચા માલમાં વધારો થવા છતાંય ભાવવધારોનો બોજ ખેડૂતો પર સીધો ન આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીની રકમમાં માતબર વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2022-23માં કેન્દ્ર સરકાર ખાતરની સબસિડી માટે 2 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવશે. ગત ખરીફ ઋતુમાં રાજ્યમાં સપ્લાય થયેલ 16.50 લાખ મેટ્રિક ટન ખાતર માટે ચૂકવવામાં આવેલ 2181.80 કરોડની સબસિડીની સાપેક્ષમાં અઢી ગણી વધારે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk
GSTV