GSTV
Home » News » એવું નથી કે માત્ર રાહુલ ગાંધીને રાફેલથી વાંધો છે પરંતુ ‘રાફેલ’ને પણ રાહુલનો ડર છે

એવું નથી કે માત્ર રાહુલ ગાંધીને રાફેલથી વાંધો છે પરંતુ ‘રાફેલ’ને પણ રાહુલનો ડર છે

રાફેલ યુદ્ધવિમાન ખરીદવાનો મુદ્દો આજકાલ દેશની રાજનિતીમાં ખાસ્સો ચર્ચામાં છે. એક તરફ તમામ વિપક્ષો રાફેલ ડિલ મામલે મોદી સરકારને ઘેરી રહ્યા છે. રાફેલ મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ચોર પણ કહ્યા છે. જો કે રસપ્રદ વાત એ છે કે છત્તીસગઢ રાજ્યમા એક ગામ એવું છે. જેના માટે રાફેલ નામ મુસીબત બનીને આવ્યું છે.

હકિકતે છત્તીસગઢનાં મહાસમુંદ નજીક 135 કિલોમીટરનાં અતંરે એક ગામડું છે. આ ગામનું નામ “રાફેલ” છે. અહિંનાં લોકો માટે ગામનું નામ રાફેલ આફત લઇને આવ્યું છે. રાફેલ ગામમાં અંદાજીત 2000 લોકોની વસ્તી રહે છે.

જેલમાં હશે બધા  લોકો

રાફેલ ગામનાં 83 વર્ષનાં ધર્મ સિંહનું કહેવું છે કે,જ્યારથી રાફેલ મામલે રાજનિતી શરૂ થઇ છે. આડોશ-પાડોશનાં લોકો અમારી મજાક ઉડાવી રહ્યા છે. અમને અનેક પ્રકારનાં સવાલો પુછવામાં આવે છે કે, જો રાહુલ ગાંધી સત્તામાં આવશે તો શું આ ગામ સામે પણ કાર્યવાહી કરશે? કારણ કે આ ગામનું નામ રાફેલ છે. આજુબાજુનાં ગામનાં લોકો ત્યાં સુધી કહે છે કે,કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો રાફેલ ગામનાં લોકો જેલમાં હશે. આ ગામડું છેવાડાનાં વિસ્તારમાં આવેલું હોવાથી એટલી જલ્દી કોઇની નજર આ ગામ પર પડતી નથી. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા રાફેલ યુદ્ધ વિમાન મુદ્દે શરૂ થયેલા વિવાદને કારણે આ ગામ ખાસ્સુ ચર્ચામાં છે.

વર્ષોથી કોઇ વિકાસ નથી

ગ્રામજનોનાં જણાંવ્યા પ્રમાણે રાફેલ ગામ પહેલા રાયપુર જિલ્લામાં આવતું હતું. 1998માં આ ગામનો સમાવેશ મહાસમુંદ માં કરવામાં આવ્યો હતો. ગામલોકોનું કહેવું છએ કે,અહિં વર્ષોથી કોઇ વિકાસ થયો નથી. અહિંનાં લોકો ખેતી પર નિર્ભર છે,પરંતુ ખેતી પણ વરસાદ આધારિત છે. લોકોનું કહેવું છે કે વડાપ્રધાન કોઇ પણ બને અમારે તો બસ ગામમાં સિંચાઇની વ્યવસ્થા જોઇએ છે. રાફેલ ગામમાં બીજા તબક્કામાં મતદાન થશે. ગ્રામજનો જણાંવી રહ્યા છે કે,અહિં ભાજપ-કોંગ્રેસ કે અન્ય કોઇ પક્ષનાં નેતા કે ઉમેદવાર કોઇ પ્રચાર પ્રસાર કરવા આવ્યા નથી.

READ ALSO 

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ઇરાનથી ઓઇલની આયાત બંધ થતા દેશમાં મોંઘવારી વધવાની શક્યતા

Mayur

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva