GSTV
Home » News » એરિક ટ્રેપિયર : દસૉ એવિએશન 2019થી ભારતને રફાલ ફાઈટર જેટ્સ આપવાનું કરશે શરૂ

એરિક ટ્રેપિયર : દસૉ એવિએશન 2019થી ભારતને રફાલ ફાઈટર જેટ્સ આપવાનું કરશે શરૂ

દસૉ એવિએશન 2019થી ભારતને રફાલ ફાઈટર જેટ્સ આપવાનું શરૂ કરશે. આ જાણકારી કંપનીના સીઈઓ એરિક ટ્રેપિયરે ઓરલેન્ડોમાં સોમવારે આપી છે. ઓરલેન્ડોમાં વિશ્વના સૌથી મોટા બિઝનસ જેટ શૉ દરમિયાન ટ્રેપિયરે રફાલ પર ટીપ્પણી કરી હતી. આ પહેલા પણ ટ્રેપિયર, ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી મામલે ટીપ્પણી કરી ચુક્યા છે.

ટ્રેપિયરે કહ્યુ હતુ કે અનિલ અંબાણીની કંપનીનું રફાલમાં માત્ર દશ ટકા ઓફસેટ રોકાણ છે. સીઈઓ એરિક ટ્રેપિયરે કહ્યુ છે કે કંપની એકસો જેટલી ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. ફ્રાંસની વેબસાઈટ મીડિયાપાર્ટે આ નિવેદન પ્રકાશિત કર્યું હતું.

વેબસાઈટ પર દસૉ મેનેજમેન્ટ અને તેના કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે એક મીટિંગની નોટ્સને ટાંકવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે ભારતની રાજનીતિમાં રફાલ ડીલ સામે કોંગ્રેસના સવાલોથી ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.

સુપ્રીમ કોર્ટે રફાલ ડીલ પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તેઓ યુદ્ધવિમાનની કિંમતો અને તકનીક સાથે જોડાયેલી જાણકારી ભલે જાહેર કરે નહીં. પરંતુ રફાલ ડીલની પ્રક્રિયાની કોર્ટને જાણકારી આપે. આના માટે સુપ્રીમ કોર્ટે 29 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે અને બંધ કવરમાં ડીલની પ્રક્રિયાની જાણકારી આપવા માટે તાકીદ કરી છે. આ મામલે 31 ઓક્ટોબરે આગામી સુનાવણી હાથ ધરાવાની છે.

 

Related posts

શાહીનબાદથી આવ્યા સારા સમાચાર, આંદોલનકારીઓએ કાલિંદી કુંજથી ફરિદાબાદ જતો રસ્તો ખોલ્યો

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!