GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ભારતના સૌથી ઘાતક લડાકુ ફાયટર રાફેલ સૌથી પહેલાં ગુજરાતમાં ઉતરશે, શુભમૂહૂર્ત તો અહીં જ થશે

દુનિયાના સૌથી ઘાતક ફાઈટર જેટ્સ મનાતા રાફેલ વિમાનો માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે સોદો થયેલો છે. ચીન સાથેના ટકરાવને ધ્યાનમાં રાખીને ભારતને ફ્રાન્સ 6 રાફેલ વિમાન જુલાઈ મહિનામાં જ આપી દેવાનું છે. 27 જુલાઈએ 6 રાફેલ વિમાનોનું ભારતમાં આગમન થશે. રાફેલ વિમાન ભારતમાં સૌથી પહેલા જામનગરમાં ઉતરશે.

ફ્રાન્સ ભારતને 6 વિમાનો આપશે

સેમી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને 6 વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે.

આ દેશોમાં થઈને ફ્રાંસથી ભારત આવશે રાફેલ

રાફેલ વિમાનને ભારતીય વાયુસેનાના પાયલોટસ જ ઉડાવીને લાવશે. જેઓ હાલમાં વિમાનની તાલીમ લેવા માટે ફ્રાન્સમાં જ છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે.

આ દેશોમાં ભરાશે ફ્યુઅલ

ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ગ્રીસ અથવા ઈટાલીમાં તેમજ બીજા તબક્કામાં ઓમાન અથવા તુર્કીમાં ઉતરે તેવી સંભાવના છે. ખાડી દેશો સુધી રાફેલ આવ્યા બાદ ભારતીય વાયુસેનાના હવામાં ફ્યુલ આપી શકતા આઈએલ-76 વિમાનો રાફેલની સાથે રહેશે. વિમાનોમાં વધારાના પાયલોટ, મેઈન્ટેન્સ સ્ટાફ અને રાફેલના બીજા પાર્ટસ પણ હશે. જેથી રસ્તામાં કોઈ જરુર પડે તો મદદ કરી શકાય.

જામનગરમાં ભારતની જમીનને સ્પર્શસે રાફેલ

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પુરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અઁબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. આ સ્કવોડ્રનના પાયલોટ્સ હાલમાં ફ્રાન્સમાં છે. જેમની તાલીમ લગભગ પુરી થઈ ચુકી છે.

READ ALSO

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!