રાફેલ ડીલ મામલે સરકારને કોંગ્રેસે ઘેરી છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના ખુલાસા બાદ કોંગ્રેસને રાફેલ મુદે વધુ એક મજબૂત પુરાવા મળ્યા છે. ફ્રાંસ્વા ઓલાંદે કહ્યુ હતુ કે, 58 હજાર કરોડની રાફેલ ડીલમાં દૈસા એવિએશનના પાર્ટનર માસે રિલાયન્સ ડિફેન્સનું નામ આગળ કરવામાં આવ્યુ હતું. જ્યારે ફ્રાંસની સરકારે એક નિવેદનમાં કહ્યુ કે, રિલાયન્સની પસંદગી દૈસા એવિએશન દ્વારા કરવામાં આવ્યુ હતું.
ભારતીય અધિગ્રહણ પ્રક્રિયા હેઠળ ફ્રેંચ કંપનીની પાસે કોઈપણ કંપનીની પસંદગી કરવાનો પુરો આધિકાર છે. તો આ તરફ દૈસા એવિએશને કહ્યુ કે, કંપનીએ મેક ઈન ઈન્ડિયા હેઠળ રિલાયન્સ ડિફેન્સને ભાગીદાર બનાવી છે. કંપનીએ 2017માં રિલાન્સ ડિફેન્સ સાથે ભાગીદારી કરવા વેન્ચર તૈયાર કર્યુ હતું. જો કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદનુ હાલની સરકાર કરતા નિવેદન વિપરીત સામે આવેયુ છે. જેના આધારે કોંગ્રેસે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે.
ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાદના નિવેદન બાદ કોંગ્રેસે સરકારને ઘેરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકારે રાફેલ ડીલમાં ગોટાળો કર્યો છે. જેથી દેશના સરકારી ખજાનાને મોટુ નુકસાન ગયુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, વડાપ્રધાને બંધ દરવાજા પાછળ વ્યક્તિગત રીતે રફાલ ડીલ પર વાત કરી અને તેમાં ફેરફાર કરાવ્યા. દેવાળીયા થઇ ચુકેલા અનિલ અંબાણી માટે બિલિયન ડોલર્સની ડીલ કરાવી. વડાપ્રધાને દેશને દગો આપ્યો છે. તેમણે આપણા સૈનિકોની શહાદતનું અપમાન કર્યું છે.