GSTV

નવેમ્બરમાં યોજાનારી પેરિસ માસ્ટર્સમાં રફેલ નડાલ રમશે

Last Updated on October 21, 2020 by Mansi Patel

સ્પેનના સુપર સ્ટાર ટેનિસ ખેલાડી રફેલ નડાલે તાજેતરમાં જ ફ્રેન્ચ ઓપન રમ્યા બાદ જાહેર  કર્યું હતું કે તે આ સિઝનમાં હવે આગળ રમવાનો નથી પરંતુ હવે તેણે વિચાર બદલ્યો છે અને તે નવેમ્બરમાં યોજાનારી પેરિસ માસ્ટર્સમાં રમવાનો છે. 34 વર્ષના રફેલ નડાલે ગયા મહિને જ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો તે તેનું 13મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ હતું.

રોલેન્ડ ગેરોસ ખાતેની એકતરફી બની ગયેલી ફાઇનલમાં તેણે નોવાક યોકોવિચને હરાવ્યો હતો.  હવે ન઼ડાલે એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે લખ્યં છે કે આ વખતે ઇન્ડોર પ્રેક્ટિસ કરી રહ્યો છું.  હાલમાં નડાલ તેની પોતાની ટેનિસ એકેડમી નડાલ એકેડમી ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

આ સાથે તેણે એમ પણ લખ્યું હતું કે હું પેરિસ માસ્ટર્સ માટેની તૈયારી કરી રહ્યો છું. પેરિસ માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટ બીજી નવેમ્બરથી શરૂ થશે અને આઠમી નવેમ્બરે તેની ફાઇનલ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની નડાલે મંજૂરી આપી દેતાં ટુર્નામેન્ટનો રોમાંચ વધી ગયો છે.

READ ALSO

Related posts

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!