GSTV

હેલ્થ/ આયુર્વેદિક દવા કરતાં પણ વધુ ગુણકારી છે મૂળાના પાન, ફાયદા જાણીને રહી જશો દંગ

મૂળા

Last Updated on December 5, 2020 by Bansari

મૂળાનું શાક, મૂળાના પરાઠા, સલાડમાં મૂળો તો સૌકોઇએ ખાધો જ હશે. જે રીતે મૂળો સ્વાસ્થ્ય માટે લાભકારક છે. તે જ રીતે મૂળાના પાનમાં પણ અનેક પ્રકારના ગુણ રહેલા છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. હકીકતમાં મૂળાના ફાયદા વિશે તો તમે સાંભળ્યુ જ હશે પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં દરરોજ મૂળો અને તેના પાન ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. જો તમે મૂળાના પાનનું શાક બનાવીને ખાતા હોવ તો તેના ફાયદા પણ જાણી લો.

પાચન તંત્ર

જણાવી દઇએ કે મૂળાના પાનમાં મૂળા કરતા વધુ પોષકતત્વો હોય છે. આ સાથે જ તેમાં ફાયબલ પણ સારી માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનુ દરરોજ સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરવા લાગે છે.

કબજિયાત

મૂળાના પાન કબજિયાત અને ઝાડાની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે.

આયરન

મૂળાના પાનમાં આયરન પણ સારા પ્રમાણમાં મળી આવે છે, જે લોહીની ઉણપને દૂર કરે છે. આયરન અને ફોસ્ફરસ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.

થાક

તેમાં થાયામીન હોય છે જે થાક દૂર કરવામાં મદદરૂપ છે.

કિડની સ્ટોન

તે યુરેનરી બ્લેડરને સ્વસ્થ રાખે છે અને કિડની સ્ટોરને ઓગાળીને શરીરની બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે.

બળતરા

અડધો ગ્લાસ મૂળાના રસનું સેવન કરવાથી પેશાબની સાથે થતી બળતા અને પીડા દૂર થઇ જાય છે.

મૂળા

પેટને લગતી સમસ્યાઓ

1 કપ મૂળાના રસમાં મીઠુ અને મરચુ નાખીને સેવન કરવાથી પેટ સાફ થઇ જાય છે અને પેટનો દુખાવો પણ બંધ થઇ જાય છે.

હેડકી

મૂળાના કૂણા પાન ચાવીને તેનો રસ ચૂસવાથી હેડકી તરત જ બંધ થઇ જાય છે.

Read Also

Related posts

Fruit Diet/ ડાઈટને રાઈટ બનાવવી છે તો આ 5 ઇન્ટરેસ્ટિંગ રીતે પાંચ ફળોને કરો શામેલ

Damini Patel

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!