GSTV
News Trending World

ઓસ્ટ્રેલિયા: રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ ગુમ થવાથી હલચલ મચી, ગંભીર બીમારી ફેલાવાનો ભય

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલના ગાયબ થવાથી હલચલ મચી ગઈ છે. માહિતી મળતા જ લોકોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો છે. સરકારે સાવધાન રહેવા માટે એલર્ટ જાહેર કરી દીધુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખનનમાં ઉપયોગ થતી એક રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ આ મહિને 10-16 જાન્યુઆરી વચ્ચે ટ્રકથી ખનન સાઈટ પર લઈ જતા સમયે ન્યૂમેન શહેર અને પર્થ શહેરની વચ્ચે ક્યાંક પડી ગઈ હતી. સુરક્ષા દળ અને રિસર્ચ ટીમ આને શોધી રહી છે. સરકારને એ વાતનો ડર છે કે ક્યાંક આને કોઈ ભૂલથી સ્પર્શી ના લે કારણ કે આ ખૂબ જોખમી છે. આને સ્પર્શવાથી ગંભીર પરિણામ ભોગવવા પડશે.

કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ

ફાયર અને ઈમરજન્સી સેવા વિભાગે કહ્યુ કે સીજિયમ – 137 યુક્ત નાના સિલ્વર કેપ્સ્યૂલ ન્યુમેનના ઉત્તરથી પરિવહન દરમિયાન ખોવાઈ ગઈ. આ રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ ખનન કાર્યોમાં કરવામાં આવે છે. આ પદાર્થના સંપર્કમાં આવવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે. 

કેપ્સ્યૂલ કથિત રીતે એક રિયો ટિંટો લિમિટેડ ખાણની હતી. કંપનીએ ટિપ્પણીનો તાત્કાલિક જવાબ આપ્યો નહીં. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી એન્ડ્રયૂ રોબર્ટસને કહ્યુ કે જો કેપ્સ્યૂલને શરીરના નજીક રાખવામાં આવે તો ત્વચા ખરાબ રીતે દાઝી શકે છે. તેમણે કહ્યુ કે જો આને લાંબા સમય સુધી રાખવામાં આવી અને તેને લાંબા સમય સુધી ઉજાગર કરવામાં આવી, તો તેના વધુ ગંભીર પ્રભાવ હોઈ શકે છે, જેમાં તેમની રોગપ્રતિકારક શક્તિ પણ સામેલ છે. એવુ વિચારવામાં આવ્યુ હતુ કે ટ્રકના વાઇબ્રેશનને કારણે ગેજ અલગ પડી ગયો અને પછી વસ્તુ તેમાંથી પડી ગઈ.

ડિપાર્ટમેન્ટે એક તસવીર પણ જાહેર કરી છે જેમાં કેપ્સ્યૂલની લંબાઈ 8 એમએમ અને પહોળાઈ 6 એમએમ છે. જેની સાઈઝ ઓસ્ટ્રેલિયાઈ 10 સેન્ટના સિક્કાથી પણ નાની જોવા મળી રહી છે. આ રેડિયોએક્ટિવ કેપ્સ્યૂલ પર્થથી ન્યૂમેનની વચ્ચે 1,400 કિલોમીટરના અંતરે ક્યાંક પડી ગઈ છે. જોકે સુરક્ષા ટીમ તપાસમાં લાગી ગઈ છે પરંતુ કોઈ સફળતા મળી નથી. 

Related posts

લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ

Nakulsinh Gohil

Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી

GSTV Web News Desk

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV