GSTV
Home » News » Emmy Awards માં રાધિકાનો હટકે અંદાજ, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પાડ્યો વટ

Emmy Awards માં રાધિકાનો હટકે અંદાજ, ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પાડ્યો વટ

ન્યૂયૉર્કમાં આયોજિત International Emmy Awards 2019 માં ભારતીય સિનેમા પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યું. એમી એવૉર્ડ્સ સેરેમનીમાં સેક્રેડ ગેમ્સ અને લસ્ટ સ્ટોરીઝ સીરીઝને નોમિનેટ કરવામાં આવી. આ દરમિયાન સીરીઝની કાસ્ટ પણ અવૉર્ડ ફંક્શનમાં પહોંચી.

અવૉર્ડ્સ સેરેમનીમાં લસ્ટ સ્ટોરીઝ અને સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસ રાધિકા આપ્તેને બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી. આ દરમિયાન તે રેડ કાર્પેટ પર પહોંચી હતી.

આ સેરેમનીમાં રાધિકા આપ્ટે ગોલ્ડન રંગના ટ્રાન્સપરન્ટ ગાઉનમાં જોવા મળી. લાઇટ મેકઅપ અને મેચિંગ હીલ્સમાં તે ખૂબજ સુંદર લાગી રહી હતી. રાધિકા આપ્ટેએ સોશિયલ મીડિયા પર નોમિનેશન મેડલની તસવીર પણ શેર કરી.

તો એમી અવૉર્ડ્સના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી પણ લસ્ટ સ્ટોરીઝ અને સેક્રેડ ગેમ્સ ટીમની તસવીર ટ્વિટ કરવામાં આવી, જેમાં રાધિકા આપ્ટે, નવાજુદ્દીન સિદ્દીકી, અનુરાગ કશ્યપ, કરણ જોહર અને બીજાં સ્ટાર્સ જોવા મળ્યાં.

રાધિકા આપ્ટેમે બેસ્ટ એક્ટ્રેસ માટે નોમિનેટ કરવામાં આવી, પરંતુ મરિના ગેરાને ઈટર્નલ વિંટર માટે વિનર બનાવવામાં આવી. સાથે જ લસ્ટ સ્ટોરીઝને ટીવી સીરીઝ અવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી, પરંતુ અવૉર્ડ સેફ હાર્બરને મળ્યો.

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!