GSTV

રાધિકા આપ્ટેને લગ્ન પર વિશ્વાસ નથી, કહ્યું- વિઝા માટે કર્યા હતા લગ્ન

Last Updated on October 25, 2020 by Ankita Trada

રાધિકા આપ્ટેએ તાજેતરમાં જ તેના લગ્ન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. રાધિકાએ કહ્યું હતું કે બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે તેણે એ માટે લગ્ન કર્યા હતા કેમ કે તેને આસાનીથી વિઝા મળી જાય. તેણે એમ પણ કહ્યું હતું કે તે લગ્નમાં ભરોસો કરતી નથી. હકીકતમાં રાધિકા આપ્ટે હાલમાં લંડનમાં તેના પતિની સાથે રહે છે. તેણે હાલમાં જ વિક્રાંત મેસ્સી સાથે લાઇવ ચેટ કરી હતી જેમાં બંનેએ એકબીજાને સવાલો કર્યા હતા.

લગ્નમાં ખાસ વિશ્વાસ પણ નથી

વિક્રાંતે પૂછ્યું હતું કે રાધિકા, તમે લગ્ન ક્યારે કર્યા હતા? ત્યારે રાધિકાએ જવાબ આપ્યો હતો કે જ્યારે મને ખ્યાલ આવી ગયો કે લગ્ન કરવાથી તમને આસાનીથી વિઝા મળી શકે છે ત્યારે મેં લગ્ન કર્યા હતા. મને લાગે છે કે અહીં કોઈ મર્યાદા હોવી જોઇએ નહીં. મને લગ્નમાં ખાસ વિશ્વાસ પણ નથી. મેં માત્ર એટલા માટે જ લગ્ન કર્યા હતા કેમ કે મને વિઝા મળી જાય અને અમે સાથે રહેવા માગતા હતા.

રાધિકા આપ્ટે છેલ્લે રાત અકેલી હૈમાં જોવા મળી હતી. જેમાં રાધિકાની સાથે નવાઝુદ્દીન સિદ્દિકી લીડ રોલમાં હતા.

READ ALSO

Related posts

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

કરોડોની સંપત્તિનો માલિક છે યો યો હની સિંહ, એક ગીત માટે લે છે તગડી રકમ

Pritesh Mehta

સેક્સ વર્કરનું કામ કરીને દરરોજ 88 હજાર રૂપિયા કમાતી હતી આ યુવતી, જણાવી એસ્કોર્ટ લાઇફની ચોંકાવનારી હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!