GSTV

સ્માર્ટ સીટી અમદાવાદના આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે નર્કાગારમાં, પ્રાથમિક સુવિધાના નામે મીંડુ

અમદાવાદનાં હાથીજણમાં રાધેશ્યામ હાઉસીંગ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાને લઇને કોર્પોરેશનની વોર્ડ ઓફીસે દેખાવો કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધા પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. રાધેશ્યામ હાઉસીંગ સોસાયટીમાં 400 મકાનોમાં 20 વર્ષથી લોકો અહીં વસવાટ કરે છે. પરંતુ તેઓને સારા રસ્તા. ડ્રેનેજની સુવિધા આજે પણ મળતી નથી.

નર્કગાર સ્થિતિમા લોકો જીવી રહ્યા છે

ડ્રેનેજને બદલે ખાળકુવા પણ ઉભરાઇ રહ્યા છે. નર્કગાર સ્થિતિમા લોકો જીવી રહ્યા છે. કાચા રસ્તાને કારણે લોકોને અવર-જવરમા મુશ્કેલી પડે છે. ચોમાસાની સીઝનમા તો પાણી ભરાઇ જાય છે.. લોકોને ઘરની બહાર પણ નીકળી શકાતા નથી. હાલમાં બોરનુ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકો નર્મદાના પાણીની માંગ કરી રહ્યાં છે.લોકોનું કહેવું છે કે ચૂટણી આવે ત્યારે મત માંગવા આવતા ઉમેદવારો વિવિધ વચનો આપી જાય છે. પરંતુ આજ સુધી તેમની સમસ્યાનો કોઇએ નિકાલ કર્યો નથી.

READ ALSO

Related posts

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રિક્વરી રેટમાં ટોપ 20 રાજ્યોમાં પણ નથી ગુજરાત : સરકારના તમામ દાવા પોકળ

pratik shah

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!