GSTV

Bigg Boss 14: બિગ બૉસ હાઉસમાં થશે રાધે માની એન્ટ્રી? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો

રાધે

ભારતીય ટેલીવિઝનમાં સૌથી વધુ વિવાદમાં રહેતા અને ટીઆરપીમાં બાજી મારનાર રિયાલિટી શૉની નવી સીઝન ‘બિગ બૉસ’ની 14મી સીઝન જલ્દી શરૂ થવા જઇ રહી છે. સલમાન ખાનના આ શૉને લઇને લોકોના મનમાં જબરદસ્ત ઉત્સાહ છે. સાથે જ હવે આ શૉના નવા પ્રોમો વીડિયોએ લોકોના ઉત્સાહમાં વધારો કર્યો છે. હકીકતમાં આ નવા પ્રોમો વીડિયોમાં વિવાદમાં રહી ચુકેલી આધ્યાત્મિક ગુરુ રાધે મા બિગ બૉસની 14મી સીઝનમાં ઘરમાં એન્ટ્રી લેતી નજરે આવી રહી છે.

સોશિયલ મીડિયા પર છવાયો રાધે માનો આ વીડિયો

દર વખતની જેમ જ્યાં સોશિયલ મીડિયા પર કન્ટેસ્ટન્ટના નામોને લઇને અનેક ક્યાસ અને અફવા સામે આવી રહી છે. ત્યાં આ વીડિયો સાથે સલમાન ખાનના આ શૉના મેકર્સે એક જબરદસ્ત સરપ્રાઇસ આપ્યુ છે. કારણ કે આ વીડિયોમાં રાધે મા બિગ બૉસના ઘરમાં એન્ટ્રી લેતી નજરે આવી રહી છે. વીડિયોમાં રાધે મા લાલ રંગના ડ્રેસમાં શણગાર અને હાથમાં ત્રિશૂળ સાથે એન્ટ્રી લેતી નજરે આવી રહી છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે રાધે માંની સાથે તેમના કેટલાક ભક્તો પણ આ દરમિયાન જોવા મળે છે. એન્ટ્રીની સાથે બિગ બોસે પણ રાધે માને ઘરમાં આવકાર્યા હતા. આ વીડિયોને શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે, ‘આ શનિવારે બિગ બોસના ઘરમાં કોની કૃપા વરસશે? બિગ બોસ 14 ગ્રાન્ડ પ્રીમિયર, 3 ઓક્ટોબર શનિવારે રાત્રે 9 વાગ્યે.

આ વિડિયોમાં, આપણે જોઈ શકીએ છીએ કે રાધે માં બિગ બોસ પર આશીર્વાદ વરસાવતી હોય છે. તેમને એમ કહેતા સાંભળવામાં આવી રહ્યા છે કે, ‘આ ઘર હંમેશાં બનેલુ રહે, આ વખતે બિગ બોસ ખૂબ ચાલે…’ જોકે, રાધે માએ કોઈ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી લીધી છે કે નહીં તે ગેસ્ટની જેમ બિગ બોસમાં રહેશે તે સ્પષ્ટ નથી.

Read Also

Related posts

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!