GSTV

રાધનપુર વિધાનસભામાં માત્ર અલ્પેશને જ નહીં પણ તમામ ઉમેદવારો માથે છે આ મોટી મુસીબત

રાધનપુરના રંગપુરા ગામના ગ્રામજનોએ વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામની પ્રાથમિક શાળામાં જવાના માર્ગે વરસાદના ગંદા પાણી ભરાય છે જેથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. શાળાના માસુમ ભૂલકાંઓને કાદવ કીચડ વાળા પાણીમાંથી પસાર થઈને જવુ પડે છે. ગ્રામજનોનું કહેવુ છે કે,ગામમાં ગંદા પાણીનો થયા બાદ કોઈપણ ઉમેદવારે મત લેવા આવવુ. અને જ્યાં સુધી ગામમાં પાણીના નિકાલની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગઈકાલે સાતુન ગ્રામજનોએ કર્યો હતો બહિષ્કાર

રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મામલે સાતુન ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ઢોલ વગાડી ગ્રામજનોને એકઠાં કરવામાં આવ્યા હતા, અને ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી હતી. રોડ, રસ્તા અને ગંદકીની સમસ્યાને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પહેલા વિકાસના કામ પછી ચૂંટણી તેવી ગ્રામજનોએ માગ કરી હતી.

રાધનપુરમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ

રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. ત્યારે અપક્ષ 7 ઉમેદવારો સહિત 10 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ અને એનસીપીમાંથી ફરશુ ગોકલાણી વચ્ચે મુખ્ય જંગ છે. કુલ 19 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 6 ફોર્મ રદ થયા હતા.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!