GSTV
Patan ગુજરાત ટોપ સ્ટોરી

આરોપી પોલીસ સકંજામાં / રાધનપુર પોલીસ છાવણીમાં ફેરવાયું, શેરગઢ ગામે યુવતી પર હુમલો કરનાર યુવકની ધરપકડ

રાધનપુર

રાધનપુરના શેરગઢ ગામે યુવતી પર હુમલો કરનારા વિધર્મી યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિધર્મી યુવકની પૂછપરછ કરી હતી. વિધર્મીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. યુવતી પર જીવલેણ હુમલો કરીને વિધર્મી યુવક ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. લોકોએ આરોપીને ઝડપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ઘટના બાદ રાધનપુર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.

ઉલ્લેખનીય છે કે રાધનપુરનાં શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલા હુમલા મામલે શંકર ચૌધરીએ મધ્યસ્થી કરતા રેલી રદ થઈ હતી. આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જો કે પોલીસે ટોળાં પર કાબુ મેળવવા ભારે મહેનત કરવી પડી હતી. કારણ કે લોકોમાં આક્રોશ ચરમ સીમાએ પહોંચતા ટોળું બેકાબુ બન્યું હતું.

મહત્વનું છે કે, રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે આજ રોજ શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈને રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યાં છે. રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો હતો. આ સાથે બનાસ બેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ જોડાયા હતાં. તદુપરાંત ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજનાં લોકો એમ અંદાજે 15 હજારથી વધુ લોકો એકઠા થયા હતાં. પરંતુ બાદમાં હજારોની સંખ્યામાં એકત્ર થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પરંતુ અંતે આ ન્યાયની માંગની તમામ જવાબદારી શંકર ચૌધરીએ લીધી હતી. જેથી શંકર ચૌધરીએ મધ્યસ્થી કરતા રેલી રદ થઈ હતી.

જાણો શું છે સમગ્ર ઘટના?

રાધનપુર તાલુકાનાં શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જે મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગઈ કાલે શુક્રવારે હિન્દુ સમાજની એક બેઠક આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતી કાલે એટલે કે શનિવારનાં રોજ રાધનપુર સજ્જડ બંધ રાખવું. આથી આજે શનિવારે રાધનપુર બંધનું એલાન રખાયું હતું.

આ કારણોસર ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો હતો. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈ કાલે જણાવ્યું હતું. જેનાં ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.

READ ALSO :

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV