GSTV

રાદડિયા, બાવળિયા, જાડેજા / શપથવિધિ પાછી ઠેલવા માટે શું આ ત્રણ નામો જવાબદાર છે? નીતિન પટેલનું અકળ મૌન સૌથી મોટો કોયડો

Last Updated on September 15, 2021 by Pritesh Mehta

શપથવિધિના નામે ગાંધીનગરમાં કોમેડી સર્કસ જેવી સ્થિતિ સર્જાઈ છે. શપથવિધિ 15 તારીખે સવારે દસ વાગ્યે જ કરવાનું ભાજપના કેટલાક ઉતાવળિયા નેતાઓએ નક્કી કરી નાખ્યું હતું. પરંતુ એ આયોજન વાસ્તવિકતાથી ઘણું દૂર હતું. એટલે પછી શપથવિધિ સાંજે યોજાશે એવું નક્કી કરાયું. ત્યાં ખબર પડી કે શપથવિધિ માટે સૌથી મહત્વની જે ચીજ જોઈએ એ તો છે જ નહીં. એ ચીજ એટલે સરકાર અને મોવડી મંડળમાં ધારાસભ્યોનો વિશ્વાસ. હકીકત એમ છે કે રાદડિયા, જાડેજા અને બાવળિયા એ ત્રણ અટક અને તેની પાછળ રહેલા સમાજને કારણે શપથવિધિ પાછી ઠેલવી પડી છે.

નવી સરકારમાં જૂના કોઈ મંત્રીઓને સ્થાપ આપવાનું નથી. એટલે ગઈ કાલ સુધી જે મૂછે લિંબું લટકાવીને ફરતાં હતા એ મંત્રીઓને પણ ઘરભેગા કરી દેવાનો પ્લાન હતો. પરંતુ એ પ્લાન શક્ય નથી. કેમ કે ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓને કાપવા જતાં તેનો સમાજ નારાજ થાય અને મત વિસ્તારમાં ખોટી અસર પડે વી પુરી શક્યતા છે.


બાવળિયા – કુંવરજી બાવળીયા કોળી સમાજનો ચહેરો છે. તેમના વિરૃદ્ધ આક્ષેપો કે ફરિયાદો ગમે તે હોય.. તેમનું સ્થાન લઈ શકે એવા નેતાઓ અત્યારે નથી. કોળી સમાજના જ અન્ય નેતાઓને આગળ કરી બાવળીયાને કાપાવાના પ્રયાસો થયા છે, જેમાં ખાસ સફળતા મળી નથી. બાવળિયાએ કોળી સમાજનું કેટલું ભલું કર્યું એ અલગ તપાસનો મુદ્દો છે. પરંતુ કોળી સમાજ ગુજરાતનો સૌથી મોટો મતદાર વર્ગ છે. એ સમાજના પ્રતિનિધિ બાવળિયાને કેમ પડતાં મુકી શકાય? વળી બાવળિયા સત્તા માટે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. એ સત્તા જ ન રહેવાની હોય તો બાવળિયા કઈ રીતે શાંત બેઠા રહે?

jayesh-radadiya


રાદડિયા – જયેશ રાદડિયા રૃપાણી સરકારમાં મંત્રી હતા, લો પ્રોફાઈલ રહીને કામ કરતા હતા. એમના નામે ખાસ સિદ્ધિઓ નથી એમ વિવાદો પણ નથી. જયેશ રાદડિયા રાજકોટ-જેતપુર વચ્ચેના પટ્ટામાં એકહથ્થુ શાસન ધરાવે છે. તેમના પિતા વિઠ્ઠલ રાદડિયા એક સમયે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કદાવર નેતા હતા. સમય જતાં તેઓ ભાજપમાં ભળ્યા. ભાજપમાં સચવાઈ રહે અને રાદડિયાનો પ્રભાવ ધરાવતો મત વિસ્તાર નારાજ ન થાય એટલા માટે તેમને મંત્રી પદ આપી દેવાયું. વળી સૌરાષ્ટ્રના પટેલોમાં પણ રાદડિયાનું ઘણુ પ્રભુત્વ છે. પાટીદારોને રાજી રાખવા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા પરંતુ સૌરાષ્ટ્રમાં તો ઠીક અમદાવાદ બહારના પાટીદારો પણ તેમને ખાસ ઓળખતા નથી. જ્યારે જયેશ રાદડિયા એ રીતે તો ક્યાંય વધારે લોકપ્રિય છે અને જમીન સાથે જોડાયેલા નેતા છે. તેમને નારાજ કરે તો પાટીદારો નારાજ થાય જ થાય.

જેહાદ

જાડેજા– રૃપાણી કેબિનેટમાં ટોપ પર્ફોર્મર અને સિનિયર નેતાઓના નામ ગણાવવા હોય તો નીતિન પટેલ સાથે પ્રદિપસિંહ જાડેજાને પણ ગણવા પડે. જાડેજા ક્ષત્રિય સમાજનો મોટો ચહેરો છે. પ્રદિપસિંહ જાડેજાની લોકોમાં પણ સારી છાપ છે. મંત્રી હોવાનો એ ખાસ વહેમ રાખતા નથી. લોકોને લોકો વચ્ચે જઈને મળે છે. પોલીસ સ્ટેશનમાં પીઆઈને મળવું અઘરું થાય પણ પ્રદિપસિંહને મળવું ખાસ મુશ્કેલ ન હતું. એમને પડતા મુકવામાં આવે તો ક્ષત્રિય સમાજના મતો પર ગંભીર અસર પડી શકે. વળી અમદાવાદમાં પણ ભાજપની બેઠકોને અસર થાય જ.

રથયાત્રા સહિતના પ્રસંગો સુપેરે પાર પાડનારા જાડેજાને આ રીતે બહાર કરવાનો નિર્ણય ભાજપને હવે ભારે પડ્યો છે.
શપથવિધિ મોડી થવાના આ મુખ્ય ત્રણ કારણો છે. એ સિવાય હુકમના એક્કા જેવું કારણ નીતિન પટેલ પોતે છે. નીતિન પટેલ તેમના જૂનિયર ભૂપેન્દ્ર પટેલના હાથ નીચે કામ કરે તો એમની દાયકાઓથી ચાલતી રાજકીય કારકિર્દી ધૂળમાં મળે. એ સંજોગોમાં એ શું કરવા ધારે છે એ ભાજપના નેતાઓને જ ખબર નથી.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!