GSTV

Race-3 : સલમાનનો ક્રેઝ બરકરાર, હિરીયે સોંગ આવતા ફેન્સ ઠેકડા મારી નાચવા લાગ્યા

Last Updated on June 18, 2018 by Bansari

સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ રેસ-3 રિલિઝ થઇ ગઇ છે અને આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ આ ફિલ્મ વર્ષનું સૌથી મોટુ ઓપનિંગ મળ્યું છે. ફિલ્મે ઓપનિંગ વિકેન્ડમાં 106.47 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકોની સલમાન અને તેની ફિલસ્મ પ્રત્યેની ઘેલછા સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ વિડિયોમાં લોકો થિયેટરની અંદર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.

આ વિડિયો મૂવીના ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ જ શેર કર્યો છે જેમાં જેકલીન અને સલમાનના સૉન્ગ ‘હિરિયે’ પર લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. કેટલાંક દર્શકો પોતાની સીટ પર જ બેસીને આ સૉન્ગ એન્જોય કરી રહ્યાં હતાં તો કેટલાંક લોકો સ્ક્રીન પાસે જઇને ડાન્સ કરવા લાગ્યાં હતા.

કેટલાંકલોકો સીટી વગાડી રહ્યાં હતાં તો કેટલાંક સલમાનના નામની બૂમો પાડી રહ્યાં હતાં. ફેન્સનો ક્રેઝ જોઇને લગી રહ્યું છે આ ફિલ્મ ટૂંક સમયમાં 300 કરોડનો આંકડો પાર કરી લેશે.

સલમાન ખાનની ફિલ્મ રેસ-3ની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં હતા અને તેનું પરિણામ ફિલ્મની કમાણી પર સ્પષ્ટપણે જોઇ શકાય છે. ફિલ્મે બીજા દિવસે 38.14 કરૌડની શાનદાર કમાણી કરી લીધી છે. ફિલ્મે બે દિવસમાં કુલ 38.14 કરોડની કમાણી કરી છે અને ત્રીજા દિવસની કમાણી સાથે આ ફિલ્મે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. વર્ષની સૌથી મોટી ઓપનર બનીને ઉભરેલી સલમાનની ફિલ્મ રેસ-3ની બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી ચાલુ છે. ફિલ્મના રિલીઝના બીજા દિવસ સુધી દેશભરમાં 67.31 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

એક્શનથી ભરપૂર આ મલ્ટીસ્ટારર ફિલ્મે પહેલા દિવસે 29.17 કરોડનું અદ્ભુત કલેક્શન કર્યુ હતુ. ત્યાં, શનિવારના દિવસે આ ફિલ્મે આશાથી ડબલ કમાણી કરી છે. ટ્રેડ એનલિસ્ટ રેમેશ વાલા અનુસાર શનિવારે ફિલ્મે આશરે 36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ફિલ્મે બે દિવસમાં 65.31 કરોડની કમાણી કરી લીધી છે.

તરણ આદર્શે ટ્વીટ કરી ફિલ્મની કમાણી વિશે લખ્યું છે- ‘ઈદના ત્યોહારના કારણે શાનદાર કમાણી કરી છે. હજુ પણ વિક્એન્ડના બે દિવસ છે અને રવિવાર બાદ કમાણીનો આંકડો પણ આશ્ચર્યજનક રહેશે.

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફરી એક વખત પોતાની સ્ટારડમ સાબિત કરી હતી. ઇદ પર રિસીઝ થયેલી ‘રેસ 3’ પહેલાજ દિવસે આટલી મોટી કમાણી કરી છે.. શનિવાર બાદ આશા છે કે રવિવારે ફિલ્મની કમાણીનો આકડો લગભગ 100 કરોડને પાર થશે.

સલમાન ખાનની આ ફિલ્મ માટે લોકોનુ રીએક્શન જોવા મળ્યુ છે. સલમાન ખાનના ફેન્સ માટે આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે, જ્યારે અન્ય માટે આ ફિલ્મ નકામી રહી છે.

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!