Movie Review: ધમાકેદાર એક્શન અને રોમાંચક ક્લાઇમેક્સથી ભરપૂર છે Race-3

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ રેસ-3 આજે રિલિઝ થઇ ગઇ છે. ફેન્સમાં ભાઇની ફિલ્મને લઇને ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મની સ્ક્રીનિંગ એક દિવસ પહેલા કરવામાં આવી હતી અને તેવામાં આ ફિલ્મના રિવ્યુઝ મળી રહ્યાં છે. આ વખતે આ વખતે રેસ સીરીઝમાં સૈફના સ્થાને સલમાન ખાન જોવા મળે ઇદના અવસરે ભાઇજાનની ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. ઇદના અવસરે રિલિઝ થતા ભાઇજાનની ફિલ્મોને લઇને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. તેવો  જ ઉત્સાહ રેસ-3ને લઇને જોવા મળી રહ્યો છે. રિવ્યુઝની માનીએ તો રેસ-3 ખૂબ જ શાનદાર ફિલ્મ છે. ફિલ્મ એક્શન અને રોમાંચથી ભરપૂર છે. ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યાં છે. સાથે જ ફિલ્મનું ક્લાઇમેક્સ જબરદસ્ત છે. ક્લાઇમેક્સમાં કંઇક એવુ દર્શાવવામાં આવ્યું છે જે તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જણાવવામાં આવ્યું છે કે રેમોએ આ ફિલ્મને પૂરતો ન્યાય આપ્યો છે.

રેમો ડિસૂઝાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન, બૉબી દેઓલ, જેક્લીન ફર્નાન્ડીઝ, સાકિબ સલીમ અને ડેઇઝી શાહ મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મ એક્શન અને સ્ટંટ્સથી ભરપૂર છે. જો આ ફિલ્મ 3ડીમાં જોવામાં આવે તો વધારે મજેદાર લાગશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખૂબ જ શાનદાર છે. નસાથે જ અનિલ કપૂર પણ એક્શનપેક મોડમાં જોવા મળી રહ્યાં છે. બૉબી દેઓલની વાત કરીએ તો તેઓ પણ એક અનોખા અંદાજમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મ ટોટલ એક્શનપેક ફિલ્મ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter