GSTV

રીલીઝ પહેલા જ Race 3 કમાશે બ્લોકબસ્ટર કમાણી

Last Updated on May 3, 2018 by

સલમાન ખાન દર બે-ત્રણ વર્ષે બ્લોકબસ્ટર ફિલ્મ આપે છે. આ વર્ષે સલ્લુ Race 3 લઈને આવ્યો છે. ઇદના તહેવાર પર Race 3 હિટ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. રીલીઝ પહેલા જ ભાઈજાનની આ ફિલ્મ ડિમાન્ડમાં છે. ડીસ્ટ્રીબ્યુટર ફિલ્મ ખરીદવા માટે લાઈનમાં ઉભા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સલમાનની ‘ટાઈગર જીંદા હૈ’ની ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર કુલ 339 કરોડની આવક થઈ છે. આ બૉલિવુડની ત્રીજા સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ફિલ્મ ‘રેસ 3’ નું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં થયું છે. સાથે સાથે ફિલ્મમાં દમદાર એક્શન સીન પણ હશે.
સુત્રોનું માનીએ તો, ડિસ્ટ્રિબ્યુટર ગયા મહિનાથી જ આ ફિલ્મને ખરીદવા માટે રમેશ તૌરાનીની ઓફીસ બહાર લાઈન લગાવી છે. જેમાં ટોપ ચાર કન્ટેડર ફોકસ સ્ટાર સ્ટુડિયો, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, યશ રાજ ફિલ્મ્સ અને ઇરોસ ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇરોસ ઇન્ટરનેશનલે રમેશ તૌરાની અને સલમાન ખાનને શ્રેષ્ઠ ઓફર આપી છે. ઇરોસે 190 કરોડ રૂપિયાની ઓફર કરી છે આ ફિલ્મના વર્લ્ડ વાઇડ રાઈટ 160 કરોડ અને ચીન 30 કરોડમાં વેચાઈ શકે છે.
થોડા દિવસો જ લોકો સમક્ષ જણાવી દેશે કે, કે ક્યાં ડિસ્ટ્રિબ્યુટરને ફિલ્મ વહેંચવામાં આવી છે. રમેશ તૌરાનીની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મને રેમો ડિસોઝાએ ડાયરેક્ટ કરી છે. સલમાન સિવાય આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિસ, બોબી દીઑલ, અનિલ કપૂર અને ડેજી શાહ પણ જોવા મળશે.

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

Damini Patel

અનન્યા પાંડેએ ડ્રગ્સનું સેવન કર્યુ હોવાનું નકાર્યુ, આર્યન ખાન સાથે વીડ લાવવા અંગે થયેલી ચેટ મામલે કર્યો આ ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!