GSTV
Home » News » રાબડી દેવી આવ્યા મેદાને, ભાજપના ‘હું પણ ચોકીદાર’ અભિયાન પર કર્યા ધારદાર પ્રહાર

રાબડી દેવી આવ્યા મેદાને, ભાજપના ‘હું પણ ચોકીદાર’ અભિયાન પર કર્યા ધારદાર પ્રહાર

rabri devi attack bjp

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ ભાજપની હું પણ ચોકીદાર અભિયાન પર આકારા પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અંધ ભક્તો વચ્ચે નાક કપાવવાની હોડ જામી છે. આ પ્રકારનું ટ્વિટ કરીને રાબડી દેવીનો ઈશારો એવા નેતાઓ ઉપર હતો જેમણે પોતાના ટ્વિટ હેન્ડર પર ચોકીદાર લખ્યુ છે.

રાબડી દેવીએ આ પ્રકારનુ ટ્વિટ ત્યારે કર્યુ જ્યારે ભાજપના અનેક નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યુ છે. જેથી ભાજપના નેતાઓ વિપક્ષી પાર્ટીના નેતાઓના નિશાને આવ્યા છે.

માયાવતી અને અખિલેશ યાદવે પણ કર્યા ટ્વિટ

સોશિયલ મીડિયા પર આવ્યા બાદ બસપા સુપ્રીમો માયાવતી દરરોજ ટ્વિટ કરી કેન્દ્રની મોદી સરકારને નિશાને લઈ રહ્યા છે. આજે પણ માયાવતીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે, શાહી અંદાજમાં જીવતા વ્યક્તિએ ગત લોકસભાની ચૂટંણીમાં પોતાને ચાયવાળા તરીકે જાહેર કર્યા હતા અને હવે ચૂંટણી આવતા તેઓ ચોકીદાર બન્યા છે. આજે દેશમાં કોઈ ચાયવાળો નથી. તેમણે બધાને હવે ચોકીદાર બનાવ્યા છે.

માયાવતી બાદ અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે, આજે વિકાસ પૂછી રહ્યો છે કે, જનતાના બેંક ખાતામાંથી જે પૈસાની ચોરી કરવામાં આવી તેનો કોઈ ચોકીદાર છે? મહત્વપૂર્ણ છે કે, ભાજપે સોશિયલ મીડિયા પર હું પણ ચોકીદાર અભિયાન શરૂ કરતા વિપક્ષી પાર્ટીના નેતાઓ ભાજપના નેતાઓને નિશાને લઈ રહ્યા છે.

Read Also

Related posts

વિદેશમંત્રી સુષ્માએ લિબિયા સંકટ પર આપ્યો મોટો સંકેત, 500 ભારતીયો છે ફસાયા

Path Shah

પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

Path Shah

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar