GSTV

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

પાકિસ્તાની ગાયીકા રબી પીરજાદાએ મ્યુઝીક દુનિયાને ઘણુ વહેલું જ બાય બાય કરી દીધું હતું. હવે તે પાકિસ્તાનને છોડવાની વાત કરી રહી છે. સોશ્યલ મિડીયામાં એક્ટીવ રહેનારી રબી પીરજાદાએ ટ્વિટર ઉપર એક પોસ્ટ કરી છે જે બાદ તે વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. રબીએ ભારત અને પાકિસ્તાનની તુલના કરતી એક પોસ્ટ લખી છે. તેણે એક ટ્વિટમાં લખ્યું છે કે, પાકિસ્તાન અને ભારતના લોકોમાં બહુમોટો તફાવત છે. ભારતીયો ક્યારેય મારી બુરાઈ કરતા નથી. તેનાથી આગળ ગાયક અદનાન સામીની વાત કરતા રબી પીરજાદાએ લખ્યું છે કે, લોકો તેનો અવાજ અને ટેલેન્ટના લાયક નથી. સાથે જ બોલી કે તે પણ એક દિવસ પાકિસ્તાન છોડી દેશે. રબી પીરજાદાએ ટ્વિટનો જવાબ દેતા ગાયક અદનાન સામીએ લખ્યું કે, હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે તમારી હંમેશા રક્ષા કરે. તમે જ્યાં પણ રહો ત્યાં તદુરસ્ત રહો.

અદનાન સામીની માગી માફી

રબીના આ ટ્વિટ બાદ યુઝર્સને ઘણું દુઃખ થયું છે અને કેટલાક લોકોએ તો રબીને ખરીખોટી પણ સંભળાવી દીધી છે. જો કે તેનો રબી ઉપર ખાસ કોઈ અસર ના પડી. તેમણે આ પછી એક ટ્વિટ કર્યું જેમાં અદનાન સામીને કહ્યું કે, મે તમને હંમેશો ખોટા સમજ્યા અને તમાપા ઉપર તે વાતોનો આરોપો લગાવ્યા કે જે ક્યારેય તમે કહી જ ન હતી. આજે જ્યારે મારી સાથે તે થયું ત્યારે મને સમજ પડી કે તમને કેવું લાગતું હશે. હું તમારી માફી માગુ છું, અદનાન ભાઈ.

ડિલીટ કર્યા કેટલાક ટ્વિટ્સ

જો કે અદનાનો જવાબ આવ્યાબાદ રબીએ પોતાના તમામ ટ્વિટ્સ ડિલીટ કર્યાં છે. જે લોકોએ પાકિસ્તાન છોડવા ઉપર રબીને ખરીખોટી સંભળાવી હતી, તેમને સફાઈ દેતા રબીએ એક પોસ્ટ લખી. ટ્વિટમાં પાકિસ્તાન મારી ઓળખ છે. મે કશું નેગેટિવ લખ્યું નથી અને સોશ્યલ મિડીયા અને સમાચારોમાં વાયરલ થઈ ગયું છે. મે તેને ડિલીટ કરી નાખ્યાં છે અને બીજીવખત કશુ પોસ્ટ કર્યું પણ તેનાથી કોઈ ફેર પડ્યો નહીં, શું આપણે બદલવા નથી માગતા ? પાકિસ્તાની આર્મી દુનિયાની બેસ્ટ આર્મી છે. હું પ્રાર્થના કરૂ છું.

વડાપ્રધાન મોદીને પણ આપી છે ધમકી

જો કે આ કોઈ પહેલો મામલો નથી. જ્યારે રબી આવી રીતે સમાચારોમાં આવી હોય. થોડા સમય પહેલા રબીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને કેટલીક આપતિજનક ટ્વિટ કર્યાં હતા. રબી પીરજાદાએ એક વિડીયો ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં તે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર સાપ અને મગરમચ્છથી હૂમલો કરવાની ધમકી આપી રહી છે. આ વિડીયો પોસ્ટ કર્યા બાદ રબી ટ્રોલ થઈ હતી.

Related posts

સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી

Pravin Makwana

ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત

Pravin Makwana

પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!