GSTV
Gujarat Government Advertisement

ચોમાસુ લંબાવવાને કારણે રવિ કૃષિ પાકોનાં વાવેતરને માઠી અસર, ગયા વર્ષ કરતાં 9% ઓછું

Last Updated on November 24, 2019 by Mansi Patel

ચોમાસાની લાંબી સિઝન ઉપરાંત ચાલુ મહિનાના આરંભમાં પડેલા માવઠાંથી દેશમાં રવિ કૃષિ પાકોના વાવેતરની કામગીરીને માઠી અસર થઇ છે. જેના લીધે કઠોળ સહિત કુલ રવિ વાવેતર ઘટ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ચાલુ રવિ સિઝન હેઠળ કૃષિ પાકોનું કુલ વાવેતર 9.30 ટકા ઘટીને 251.04 લાખ હેક્ટરમાં થઇ શક્યું છે જ્યારે ગત વર્ષ સમાન સમયગાળામાં રવિ પાકોનો વાવેતર વિસ્તાર 276.83 લાખ હેક્ટર નોંધાયો હતો. 

રવિ સિઝન હેઠળ કઠોળ પાકોનું કુલ વાવેતર 19.27 ટકા ઘટીને 71.26 લાખ હેક્ટરમાં જ થઇ શક્યું છે જ્યારે પાછલા વર્ષ સમાન સમયગાળામાં 88.27 લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયું હતું. રવિ કઠોળના મુખ્ય પાક ચણાનું વાવેતર ગત વર્ષના 61.91 લાખ હેક્ટરથી ઘટીને 48.35 લાખ હેક્ટરમાં જ થયું છે.  તેવી જ રીતે રવિ સિઝનના મુખ્ય પાક ઘઉંનું વાવેતર ચાલુ સિઝનમાં 96.77 લાખ હેક્ટરમાં જ થઇ શક્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 99.64 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. 

જાડા ધાન્યોનું વાવેતર ચાલુ રવિમાં 21.33 લાખ હેક્ટરમાં થયું છે જ્યારે ગત વર્ષે અત્યાર સુધીમાં 24 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. મોટા અનાજોમાં જુવારનું વાવેતર ચાલ રવિમાં 14.28 લાખ હેક્ટરમાં થયું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 15.31 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી.  મકાઇનું વાવેતર ચાલુ રવિમાં 3.49 લાખ હેક્ટરમાં અને જવનું વાવેતર 3.23 લાખ હેક્ટરમાં જ થઇ શક્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં તેનું વાવેતર અનુક્રમે 5.28 અને 3.19 લાખ હેક્ટરમાં થઇ હતું.

રવિ તેલીબિયાંનું વાવેતર ચાલુ રવિમાં 54.88 લાખ હેક્ટરમાં થઇ શક્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા સુધીમાં તેનું વાવેતર 58.07 લાખ હેક્ટરમાં થયું હતું. રવિ તેલીબિયાંના મુખ્ય પાક સરસવનું વાવેતર 50.71 લાખ હેક્ટરમાં થયું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં તેનું વાવેતર 53.62 લાખ હેક્ટરમા જ થઇ શક્યું હતું. મગફળીનું વાવેતર 1.66 લાખ હેક્ટરમાં અને અળસીનું વાવેતર 1.44 લાખ હેક્ટર તથા સનફ્લાવરનું વાવેતર 52 હજાર હેક્ટરમાં થયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

Bansari

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Harshad Patel

BIS Scientist Application 2021: ભારતીય માનક બ્યૂરોમાં વૈજ્ઞાનિક પદો માટે આવેદન માટેનો છે આજે છેલ્લો દિવસ, જાણો કઈ રીતે કરશો અરજી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!