GSTV
Business

દેશમાં રવી પાક વાવેતર વિસ્તારમાં વાર્ષિક 5%નો વધારો નોંધાયો

કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર, દેશમાં ખેડૂતોએ રવી સીઝનમાં અત્યાર સુધીમાં 2.304 કરોડ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર કર્યુ છે જે ગયા વર્ષ કરતા 5 ટકા વધારે છે.

કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર, દેશમાં ખેડૂતોએ રવી સીઝનમાં અત્યાર સુધીમાં 2.304 કરોડ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર કર્યુ છે જે ગયા વર્ષ કરતા 5 ટકા વધારે છે.

જો કે રવી પાક વરસાદ પર આધારિત નથી તેમજ ચોમાસામાં સારો વરસાદ પડવાથી ભેજનું પ્રમાણ વધે છે જેથી વાવણીને ફાયદો થાય છે. હવામાન વિભાગ અનુસાર, ભારતમાં આ વર્ષે જુન-સ્પ્ટેમ્બર ચોમાસાની સીઝનમાં સરેરાશ 95 ટકા વરસાદ પડયો હતો. અન્ય મુખ્ય રવી પાક રાયડાનું વાવેતર 44.5 લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યુ હતું,જે ગયા વર્ષે 46.8 લાખ હેક્ટર વિસ્તાર કરતા ઓછુ છે.

જયપુર સ્થિત વેપારીએ કહ્યું કે, રાયડાનુ સૌથી વધુ ઉત્પાદન કરતા રાજસ્થાનમાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં ઘટાડો થઇ શકે છે કારણકે રાજ્યમાં ચોમાસાની સીઝનમાં ઓછો વરસાદ પડયો હતો અને રાયડાની વાવણીના સમયે ભેજનું પ્રમાણ સારું હોવુ જોઇએ.

આંકડાના દર્શાવ્યા અનુસાર, 81.2 લાખ હેક્ટર કઠોળનો વાવેતર વિસ્તાર હતો જે ગયા વર્ષે 60.5 લાખ હેકટર વિસ્તાર કરતા વધારે હતો. ગયા વર્ષ કરતા આ રવી સીઝનમાં અત્યાર સુધીમાં વાવેતર વિસ્તારમાં વધારો થયો છે કારણ કે, ગયા વર્ષે વાવણીમાં વિલંબ થયો હતો અને મબલખ ખરીફ પાક થયો હતો.

ચાલુ રવી સીઝનમાં મોટાભાગનાં પાકના વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાની સંભાવના છે કારણ કે,વર્ષ 2016-17માં મબલખ ઉત્પાદન થવાને લીધે છેલ્લા પાંચથી છ મહિનામાં કૃષિ કોમોડીટીના ભાવમાં મંદી જોવા મળી હતી.

Related posts

નવો લેબર કોડ : 3 અઠવાડિયાની રજા, PF વધુ; 1 જુલાઈએ સારા સમાચાર

GSTV Web Desk

PMGKAY/ જલ્દી બંધ થઈ શકે છે ‘ફ્રી રાશન યોજના’, નાણા મંત્રાલયને આ કારણથી ઉઠાવ્યો વાંધો

Hemal Vegda

કામનું/ હવે નહીં ખાવા પડે સરકારી ઓફિસોના ધક્કા, ઘરે બેઠા આ રીતે બની જશે રાશન કાર્ડ

Bansari Gohel
GSTV