‘Raazi’ Movie Review : આલિયાનો દમદાર અભિનય, અનોખી ફિલ્મ છે ‘રાઝી’

અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી આજે એટલે કે 11મેના રોજ રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે વિક્કી કૌશલ પણ છે. સાથે ફિલ્મમાં આલિયાની માતા સોની રાજદાન પણ જોવા મળી રહી છે. આલિયા ફિલ્મમાં કાશ્મીરી યુવતી સહમતનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં સોની રાજદાન સહમતની માતાનું પાત્ર ભજવી રહી છે. કરણ જોહર, વિનિત જોહર, હીરો યશ જોહર અને અપૂર્વા મહેતા દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ અને એક કાશ્મીરી પરિવરની કથા છે.

આ ફિલ્મ એક નવલકથા પર ધારિત છે. ફિલ્મની સ્ટોરી હરિંદર સિક્કાની નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક એવી યુવતીનું પાત્ર ભજવી રહી છે જે પોતાના પિતાના કહેવાથી પોતાની જાન ભારીતયોના નામે કરી દે છે. તેથી તે પોતાનું જીવન દાવ પર લગાવીને ભારતીય જાસૂસ બનીને પાકિસ્તાન જાય છે. આ દરમિયાન તેના લગ્ન પાકિસ્તાનના એખ અધિકારી સાથે કરી દેવામાં આવે છે. ભારતથી પાકિસ્તાન ગયા બાદ સહમતનું અસલ કામ શરૂ થાય છે. તે ત્યાં ભારતની જાસૂસ બનીને દરેક માહિતી ઇન્ટલેજન્સીને મોકલે છે. તેનાથી એક મોટી દુર્ઘટના થતી બચી જાય છે અને દુશ્મન પોતાના ઇરાદાઓમાં સફળ થતા નથી.

આ ફિલ્મમાં આલિયા ભટ્ટે પોતાની પ્રેઝન્ટેશન અને પરફોર્મન્સ પર ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મના ટ્રેલરથી જ આલિયાની દમદાર એક્ટિંગે દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેનાથી સાબિત થાય છે કે આલિયા ફક્ત બ્યુટી જ નહી પરંતુ બ્યુટી વિથ બ્રેઇન છે. આ ફિલ્મને મેઘના ગુલઝારે ખૂબ જ ઝીણવટપૂર્વક રૂપેરી પડદે ઉતારી છે. ફિલ્મનું દિલબરો સૉન્ગ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ સૉન્ગમાં એક પિતા પોતાની દિકરીને ભીની આંખે વિદા કરી રહ્યા છે. મેઘનાએ જણાવ્યુ હતું કે આ ફિલ્મના સહમતના પાત્ર માટે તેના ઘ્યાનમામ પહેલાથી જ આલિયા હતી. તેવામાં આલિયાએ જે રીતે આ પાત્રને ન્યાય આપ્યો છે તે કમાલ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter