GSTV
ટોપ સ્ટોરી

રાવણે જેલમાંથી છૂટતાં જ કહ્યું મોદી સરકારને હરાવવા કરો તૈયારીઓ

ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદને સહારનપુરની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જેલમાંથી મુક્ત કરવામાં આવતાની સાથે ચંદ્રશેખર આઝાદે કહ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તૈયારી કરવામાં આવશે. ચંદ્રશેખર ઉર્ફે રાવણને 2017માં સહારનપુરમાં થયેલા કોમી તોફાન ફેલાવવાના આરોપ હેઠળ ઝડપી પાડવામાં આવ્યો હતો.

બુધવારે યોગી સરકારે રાવણને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. તેને 16 મહિના બાદ જેલમાંથી મુક્ત કરાવમાં આવ્યો છે.  જેલમાંથી મુક્ત થતા રાવણે એક સભાને સંબોધિત કરી હતી. તેણે કહ્યુ કે, લોકસભામાં ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરવામાં આવશે. ભાજપ ચૂંટણીમાં સત્તા અને વિપક્ષમાં પણ જોવા મળશે નહી. રાવણ ઉપરાંત સોનુ પુત્ર નાથીરામ અને શિવકુમાર પુત્ર રામદાસને પણ જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય યોગી સરકારે લીધો છે.

ઉત્તર પ્રદેશઃ ભીમ આર્મીના અધ્યક્ષને જેલમાંથી મુક્ત કરાયો

2019માં ભાજપને હરાવવામાં આવશેઃ ચંદ્રશેખર આઝાદ

આપણી લડાઈ ભાજપ સામેઃ ચંદ્રશેખર આઝાદ

સહારનપુરમાં થયેલી હિંસાના આરોપ હેઠળ ચંદ્રશેખર હતો જેલમાં બંધ

Related posts

અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ

pratikshah

દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા

pratikshah

૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે

pratikshah
GSTV