GSTV

જો આ પાંચ ફિલ્મ શાહિદ કપૂરે રિજેક્ટ ન કરી હોત તો અત્યારે તે બોલિવુડનો સૌથી મોટો સુપરસ્ટાર હોત

Last Updated on June 22, 2019 by

શાહિદ કપૂરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 16 વર્ષ થઈ ગયા છે. શાહિદે કેન ઘોષની ફિલ્મ ઈશ્ક વિશ્કથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેણે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી હતી. શાહિદની હિટ ફિલ્મોના લિસ્ટમાં ચુપ ચુપ કે, જબ વી મેટ, વિવાહ સામેલ છે. શાહિદની તાજેતરમાં જ કબિર સિંહ રિલીઝ થઈ છે. શાહિદે આ 16 વર્ષના કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી છે. પણ ખાસ વાત તો એ છે કે બોકસઓફિસ પર આ ફિલ્મો હિટ રહી છે. એવી કઈ ફિલ્મો છે જેને શાહિદે ઠુકરાવી હતી.

રાંઝણા
શાહિદે 2013માં આવેલી રાંઝણા ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે ડાયરેક્ટરની પહેલી પસંદ શાહિદ કપૂર હતો. શાહિદએ સમયે આર. રાજકુમાર કરી રહ્યો હતો. માટે તેણે આ ફિલ્મ માટે ના કહી હતી.

રોકસ્ટાર
મીડિયા રિપોર્ટસ્ કહે છે કે રણબીર કપૂર પહેલાં રોકસ્ટાર ફિલ્મ શાહિદ કપૂરને ઓફર થઈ હતી. શાહિદે આ ફિલ્મ માટે ના કહી ત્યારબાદ રણબીર કપૂર પાસે ફિલ્મ ગઈ હતી. આ ફિલ્મમાં રણબીરની એક્ટિંગે બધાનું દિલ જીતી લીધું હતું.

બેંગ બેંગ
એટલું જ નહીં રિતિક રોશનની ફિલ્મ બેંગ બેંગ પણ તેને ઓફર થઈ હતી અને તેને પણ આ ફિલ્મ કરવાની ના કહી એટલે રિતિકને મળી અને તે હિટ થઈ હતી.

વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ
અક્ષય કુમારની વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ ફિલ્મ શાહિદને ઓફર થઈ હતી. જોકે આ ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી નહોતી.

શુદ્ધ દેસી રોમાન્સ
સુશાંતસિંહ રાજપૂત અને પરિણીતિ ચોપરાની ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી હતી. સૂત્રો મુજબ આ ફિલ્મ પણ શાહિદને ઓફર થઈ હતી. પરંતુ તેણે ના કહી હતી.

Read Also

Related posts

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!