GSTV

ઉમિયાધામ / પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રીને હટાવ્યા હોવાનો ઇતિહાસ, આર.પી.પટેલનું ચોંકાવનારું નિવેદન

World Umiyadham

Last Updated on September 14, 2021 by Bansari

ગુજરાતના સીએમ  પદે ફરી એક વખત પાટીદાર નેતાની પસંદગી થઇ છે. ત્યારે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર.પી. પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. વિશ્વ ઉમિયાધામ પ્રમુખના આર.પી.પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘પાટીદાર સમાજ CM નથી બનાવતો. CM ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે. પરંતુ પાટીદારની નિમણૂંક કરી એ વાતનો આનંદ છે. પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રીને હટાવ્યા હોવાનો ઇતિહાસ છે. ત્યારે સમાજને વિનંતી છે કે આ વખતે પાટીદાર CM સાથે રહીને જ સમાજના હિતના કામ કરીએ.’

Bhupendra Patel

CM પદ પર પાટીદારની નિમણૂંક કરી એ વાતનો આનંદ છે : આર.પી.પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નવા CM તરીકે જાહેર કર્યાં. ત્યારે પાટીદારો એક તરફ આનંદમાં પણ છે અને બીજી બાજુ તેમને કદાચ એ વાતનો પણ અફસોસ રહી ગયો હશે કે શા માટે નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે લેવામાં ના આવ્યું.

કારણ કે એ જ દિવસે ગુજરાતમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી હતી. સાયન્સ સિટીમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં હતાં. લોકો બેનર લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં અને નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યાં હતાં. પરંતુ અંતે નીતિન પટેલને બદલે ભૂપેન્દ્ર પટેલની CM તરીકે ઘોષણા કરવામાં આવી હતી.

ત્યારે પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રીને હટાવ્યાં હોવાના નિવેદન સાથે આ વખતે વિશ્વ ઉમિયાધામ પ્રમુખના આર.પી.પટેલે પાટીદારોને એવી ભલામણ કરી છે કે, મારી વિનંતી છે કે આ વખતે પાટીદાર CM સાથે રહીને જ સમાજના હિતના કામ કરીએ. ઉલ્લેખનીય છે કે, આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના સીએમ તરીકે સત્તા પર હતાં એ સમય દરમ્યાન પણ પાટીદાર આંદોલન જ તેઓને પદ પરથી હટાવવા માટેનું જવાબદાર પરિબળ હતું.

તદુપરાંત વધુમાં ઊંઝા ઉમીયા કારોભારી સભ્ય વાસુદેવ પટેલએ પણ નિવેદન આપતા જણાવ્યું કે, ‘પાટીદાર મુખ્યમંત્રીથી અમને આનંદ થયો છે. તમામ સમાજને સાથે લઈને પાટીદારો ચાલે છે. પહેલી વખત કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યો છે. પાટીદાર સમાજ અન્યાય સહન નથી કરી શકતો. એટલાં માટે અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. બેરોજગારી વધી છે એટલાં માટે તે આંદોલન થયું હતું. પાટીદાર પાટીદારોની ખુર્સીને હલાવે આવું કઈ નથી. અત્યારે આયોગના કારણે સમાજના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે.

READ ALSO :

Related posts

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

pratik shah

મોટા સમાચાર / CBSEએ 10મા અને 12મા માટે જારી કરી Minor Datesheet, જાણો શું છે માઇનર અને મેજર ડેટશીટમાં અંતર

Zainul Ansari

સૌથી લાંબા લોકડાઉનનો અંત / ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 262 દિવસના બંધન પછી હવે મળી આઝાદી…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!