GSTV
Home » News » આર.કે.સ્ટુડિયોની જાની અંજાની વાતો, કેવી રીતે બન્યો સિમ્બોલ ?

આર.કે.સ્ટુડિયોની જાની અંજાની વાતો, કેવી રીતે બન્યો સિમ્બોલ ?

મજબૂત સામાજિક મુદ્દા અને લવ સ્ટોરી. આર.કે. સ્ટૂડિયોની થીમ રહી છે. આર. કે. સ્ટૂડિયો અને આઝાદી બાદની દેશની કહાની એક સાથે ચાલતી જોવા મળી. 50 ના દાયકામાં નેહરુનું સોશ્યલિસ્ટ મોડેલ હોય કે પછી 80 ના દાયકાના અંતમાં બ્રેન ડેડ જેવા મુદ્દા. પરિવારની અંદરથી માંડી બહાર સુધીના હાલાત. આ સ્ટૂડિયોની કહાનીમાં બખૂબી જોવા મળ્યા. જોકે આર. કે. ફિલ્મ્સમાં એન્ટરટેઈન્ટ વેલ્યુ પણ ઘણી હોય છે.

આગથી શરૂ થઇ આર.કેની કહાની

રાજ કપૂરના પિતા પૃથ્વી રાજ કપૂરનું પૃથ્વી થિએટર પહેલાથી ઘણું પ્રખ્યાત હતુ. એટલે રાજ કપૂર પણ પિતાના નકશે કદમ પર ચાલી કંઈક આવું જ કરવા માંગતા હતા. પરંતુ તેમની રૂચિ ફિલ્મોમાં હતી. એટલે 24 વર્ષની ઉંમરે જ એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બની ગયેલા રાજ કપૂરે ચેમ્બુરમાં સ્ટુડિયો માટે જમીન ખરીદી. અને 1948 માં તેમની પહેલી ફિલ્મ આવી આગ. આ ફિલ્મ એક યુવાનના થિએટર બનાવવાના ઝનુનની આસપાસ વણાયેલી હતી. એટલે કે રાજ કપૂર પોતે પોતાની કહાની કહેતા હતા. આ ફિલ્મ યુવાનનું થિએટર અને તેની સાથે સપના પણ સળગી જાય છે. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

કેવી રીતે બન્યો આર.કે. સ્ટુડિયોનો સિમ્બોલ ?

જોકે આગના ફ્લોપ થયાના એક વર્ષ બાદ બરસાત ફિલ્મ આવી. જે આર. કે. સ્ટૂડિયોની પહેલી હિટ ફિલ્મ હતી. નરગીસ અને રાજ કપૂરની જોડીએ કમાલ કરી. રાજ કપૂર હાથમાં વાયોલિન લઈ નરગીસ સાથે સાથે આઈકોનિક પોઝમાં જોવા મળ્યા. જે બાદમાં આર.કે. સ્ટૂડિયોનો સિમ્બોલ બની ગયો. તે સમયે બરસાતે 1.1 કરોડનો વેપલો કર્યો હતો.

મેરા નામ જોકર રહી હતી ફ્લોપ

જોકે આર. કે. સ્ટૂડિયોની પહેલી કલર ફિલ્મ હતી સંગમ. 60 ના દાયકામાં સ્ટૂડિયોમાં ફ્ક્ત એક ફિલ્મ બનાવાઈ. જેથી સ્ટૂડિયોની હાલત કથળતી જતી હતી. ત્યારબાદ 1970 માં આવી મેરા નામ જોકર. જે રાજ કપૂરની દિલની ખૂબ નજીક હતી. રાજ કપૂરનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી આ ફિલ્મ છ વર્ષમાં તૈયાર થઈ હતી. રાજ કપૂરે બધું દાવ પર લગાવી ફિલ્મ બનાવી. પણ તે ઘણી લાંબી બની ગઈ હોવાથી બે ઈન્ટરવલ હતા. રાજ કપૂરને બેસ્ટ ડાયરેક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો. પરંતુ જે ફિલ્મને આજે રાજ કપૂરની માસ્ટરપીસ માનવામાં આવે છે તે સમયે સૌથી મોટી ફ્લોપ ફિલ્મ હતી. આ ફિલ્મ ફ્લોપ જતા રાજ કપૂર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. સ્ટૂડિયો વેચવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ. પરંતુ મુશ્કેલ સમયમાં રાજ કપૂરનો તેમની પત્નીએ સાથ આપ્યો અને બાકીની મિલકત તથા ઘરેણા વેચી લેણદારોને પૈસા ચૂકતે કર્યા.

મેરા નામ જોકર બાદ એક્ટિંગને કહ્યું અલવિદા

મેરા નામ જોકર પછી રાજ કપૂરે ક્યારેય ફિલ્મોમાં એક્ટિંગ ન કરી. પરંતુ 1973 માં તેમણે સુપરહિટ બોબી ફિલ્મ ડાયરેક્ટ કરી. આ ઉપરાંત 70 ના દાયકામાં તેમણે ધરમ કરમ અને સત્યમ શિવમ સુંદરમ ફિલ્મ બનાવી. જે બાદ હિનામાં ભારત-પાકિસ્તાન સંબંધોને રૂપેરી પડદે દેખાડ્યો. જોકે આ ફિલ્મોને ધારી સફળતા ન મળી. હિનાના શૂટિંગ દરમ્યાન 1987 માં રાજ કપૂરનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો. અને 1988 માં તેમનું નિધન થઈ ગયું.

આર.કે.ના બેનરની છેલ્લી ફિલ્મ

રાજ કપૂરના નિધન બાદ કપૂર પરિવારનું જાણે કે મનોબળ તૂટી ગયું. 90 ના દાયકામાં તેમના પુત્ર રાજીવ કપૂરે પ્રેમ ગ્રંથ અને ઋષિ કપૂરે આ અબ લૌટ ચલે બનાવી. પરંતુ તેને બોક્સ ઓફિસ પર સફળતા ન મળી. ત્યારબાદ કપૂર પરિવારે એકેય ફિલ્મ ન બનાવી. એટલે ધીમે ધીમે કપૂર પરિવારની શાન ગણાતો આર.કે. સ્ટૂડિયો તેની ચમક ગુમાવતો હતો. અને સ્થિતિ એવી નિર્માણ થઈ કે અંતે સ્ટૂડિયોને તાળા મારવા પડ્યા.

READ ALSO 

Related posts

સરફરાઝની પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી હકાલપટ્ટી, આ ધાકડ ખેલાડીને સોંપાશે કમાન

Bansari

મોદી નહીં હવે રૂપાણી જશે વિદેશ પ્રવાસે, 40 બિઝનેસમેન અને 10 અધિકારી સાથે જશે

Bansari

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!