GSTV
Home » News » ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર

ભારતની નવી સરકાર સાથે વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર

પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાંવ્યું છે કે તેઓ ભારતની નવી સરકાર સાથે વાતચીત કરીને તમામ મુદ્દે ઉકેલ લાવવા તત્પર છે.ગઇ કાલે મુલતાનમાં આયોજીત ઇફતાર પાર્ટીમાં તેમણે આ વાત કરી હતી.

પાકિસ્તાની મીડિયા સાથે વાત કરતા કુરૈશીએ જણાંવ્યું કે ભારત-પાકિસ્તાને એક ટેબલ પર સાથે બેસીને વાતચીત કરીને મુદ્દા પર સમજૂતી સાધવી જોઇએ.જેથી શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વ વાળી ભાજપાએ બીજી વખત પ્રચંડ બહુમતિ હાંસલ કરી છે.

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે સાંજે જણાંવ્યું કે પ્રધાનમંત્રી મોદીને તેમની જીત બદલ ઘણી ઘણી શુભેચ્છા. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કેબન્ને ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું.

ભારતની લોકસભા ચૂંટણીઓનાં પરિણામો પાકિસ્તાન માટે ઘણા મહત્વપૂર્ણ છે.કારણ કે નવી દિલ્હીમાં બનેલી સરકાર ભારત-પાકિસ્તાન સબંધોનો નિર્ણય કરશે. બન્ને દેશો વચ્ચે પુલવામા આતંકી હુમલા પછી તણાવ જોવા મળતો હતો. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફનાં જવાનો પર જૈશ-એ-મોહમ્મદનાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફનાં 40 જવાનો શહિદ થયા હતાં.

ચૂંટણી પરિણામોનાં એક દિવસ પછી શાહ મહેમૂદ કુરેશીઓ પોતાનાં ભારતીય સમકક્ષ સુષ્મા સ્વરાજ સાથે બુધવારે કિર્ગીસ્તાનનાં બિશ્કેકમાં વિદેશમંત્રીઓનાં શાંઘાઇ સહયોગ સંગઠન પરિષદમાં વાતચીત કરી હતી. તેમણે સુષ્મા સ્વરાજને પાકિસ્તાનની ઇચ્છા વિશે જણાંવ્યું હતું કે અમે વાતચીત કરીને તમામ મુદ્દે ઉકેલ લાવવા ઇચ્છીએ છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!