GSTV

ખાસ વાંચો/ પીએમ આવાસ યોજનાના લાભાર્થી લિસ્ટમાં ફટાફટ ચેક કરો તમારુ નામ, આ રહી સરળ પ્રોસેસ

આવાસ

Last Updated on September 18, 2021 by Bansari

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર લોકોને ઘર બનાવવા માટે લોન પર સબસિડી આપે છે. ઘણી વખત એવું બને છે કે ઘર તૈયાર થઇ જાય છે, સંબંધિત બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ પણ તમારી પાસેથી નિયમિત EMI વસૂલે છે પરંતુ તમને સબસિડી મળતી નથી. ઘણી વખત, એક જ પ્લોટ પર બનેલા બે અલગ અલગ મકાનોમાં, એકની સબસિડી આવે છે અને બીજાની આવતી નથી, આવી સ્થિતિમાં, તમારે તમારુ સ્ટેટસ ચેક કરવુ ખૂબ જ જરૂરી છે.

આ સરળ પ્રોસેસથી ચેક કરો તમારુ સ્ટેટસ

આ યોજના હેઠળ લાભાર્થી તરીકે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે તમે સરળતાથી જાણી શકો છો. આ માટે, સૌ પ્રથમ, તમારી પાસે અરજી પછી પ્રાપ્ત થયેલ રજીસ્ટ્રેશન ID હોવી જોઈએ. આ દ્વારા તમે તમારી સબસિડીનુ સ્ટેટસ ચેક કરી શકો છો. આ ચેક કરવાની ચાર સરળ રીતો છે.

આવાસ

શહેરી અને ગ્રામીણ અરજદારો માટે અલગ અલગ છે નિયમો

આ યોજના હેઠળ, જે લોકો શહેરી વિસ્તારોમાં પ્રથમ વખત મકાન ખરીદે છે અથવા નિર્માણ કરે છે, તેમને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી મળે છે. તે જ સમયે, ગ્રામીણ વિસ્તારોના લોકોને આ યોજના હેઠળ આવાસના નિર્માણ માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. એટલે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અલગ અલગ નિયમો છે. અગાઉ આ યોજનાનો લાભ લેનારાઓની આવક મર્યાદા 6 લાખ હતી પરંતુ હવે તેને વધારીને 18 લાખ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈપણ વર્ગના લોકો તેમની આવક મુજબ સરકાર તરફથી તેમના પ્રથમ મકાન માટે સબસિડીનો લાભ લઈ શકે છે.

યોજનાનો લાભ કોને મળશે?

21 થી 55 વર્ષની વયજૂથના લોકો સરકારની આ શાનદાર યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, નીચલા આર્થિક વર્ગ EWS ના લોકોની વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ હોવી જોઈએ. તે જ સમયે, મધ્યમ વર્ગ LIG માટે વાર્ષિક આવક 3-6 લાખ રૂપિયા હોવી જોઈએ. જો કે, 12-18 લાખની આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે તેઓએ આવકનો પુરાવો, ફોર્મ 16 અથવા આવકવેરા રિટર્નના ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. તે જ સમયે, અમે તમને જણાવી દઈએ કે જેઓ પોતાનું કામ કરે છે તેમને તેમની આવકનું પ્રમાણપત્ર આપવું પડશે.

આવાસ

જાણો કેટલી સબસિડી મળશે?

જેઓ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને તેમની આવક અનુસાર સબસિડીનો લાભ મળશે. ઉદાહરણ તરીકે, વાર્ષિક રૂ. 12 લાખ સુધીની કમાણી કરનારાઓને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડીનો લાભ મળશે. તેવી જ રીતે, 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% સબસિડીનો લાભ લઈ શકશે.

Read Also

Related posts

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!